બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / India hockey player Varun Kumar accused of rape, booked under POCSO act

ક્રાઈમ / ભારતના આ ખેલાડીએ સગીર છોકરી પર રેપ કર્યો, બેંગ્લુરુ ટ્રેનિંગમાં ઈન્સ્ટા પ્રેમિકા સાથે કર્યો મોટો કાંડ

Hiralal

Last Updated: 05:39 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હોકીના ખેલાડી વરુણ કુમારની સામે 17 વર્ષની સગીરા પર રેપનો ગુનો દાખલ થયો છે.

  • ભારતીય હોકીના ખેલાડી વરુણ કુમારની સામે રેપનો ગુનો દાખલ
  • 17 વર્ષની સગીરાએ રેપની ફરીયાદ નોંધાવી 
  • બેંગ્લુરુમાં લગ્નની લાલચ આપીને અનેક વાર આચર્યું દુષ્કર્મ 

ભારતીય હોકી ખેલાડી વરુણ કુમાર સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે 22 વર્ષની મહિલાનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં લગ્નની લાલચ આપીને વરુણે તેની સાથે અનેક વાર રેપ કર્યો હતો તે વખતે તેની ઉંમર 17 વર્ષની હતી. 

ઈન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ પછી પાંચ વર્ષ સુધી રેપ 
એરલાઇન કંપનીમાં નોકરી કરતી આ મહિલાએ દાવો કર્યો હતો કે 2017માં જ્યારે તે અર્જુન એવોર્ડ વિજેતા વરુણના સંપર્કમાં આવી ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. એ સમયે વરુણ અહીંના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ)ના બેંગ્લુરુ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. એફઆઇઆરમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે વરુણે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનો સંપર્ક સાધ્યો હતો અને તેને મળવાનો આગ્રહ કર્યો હતો. તે તેને મળવા માટે મેસેજ કરતો રહ્યો, પરંતુ જ્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો, ત્યારે તેણે તેના મિત્રોને તેને મનાવવા કહ્યું. મળતા જ વરુણે કહ્યું કે તે તેને પસંદ કરે છે. તેઓ મિત્રો રહ્યા અને ધીમે ધીમે તેમની વચ્ચે એક સંબંધ વિકસ્યો. જુલાઈ 2019માં તે મહિલાને બેંગ્લુરુના જયનગરની હોટલમાં લઈ ગયો હતો અને સગીર વયની હોવાની જાણ હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલાએ તેને રોકવાની કોશિશ કરી તો તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું.

લગ્નનું દબાણ કર્યું તો અશ્લીલ તસવીરો વાયરલની ધમકી આપી 
પીડિતાનો એક પણ આરોપ છે કે લગ્નના બહાને વરુણે તેની સાથે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં, વરુણે તેનાથી અંતર જાળવવાનું શરું કર્યું હતું અને 
મહિલાના કોલ અને સંદેશાઓનો જવાબ આપવાનું બંધ કરી દીધું. જો તેણીએ તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું તો તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી પણ આપી હતી. એફઆઈઆર મુજબ મહિલાએ વરુણ પર છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "મહિલાની ફરિયાદના આધારે, અમે સોમવારે હોકી ખેલાડી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટની યોગ્ય કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા) હેઠળ કેસ નોંધ્યો છે.

કોણ છે વરુણ કુમાર 
હિમાચલ પ્રદેશના રહેવાસી વરુણે 2017માં ભારતમાં ડેબ્યૂ કર્યું હતું. ભારતીય પુરુષ હોકી ટીમે 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હિમાચલ પ્રદેશ સરકારે પણ વરુણને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. તે 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ સામેલ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ