બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India extends lockdown till 31st may coronavirus

કોરોના વાયરસ / Lockdown 4.0: સમગ્ર દેશમાં આખરે 31 મે સુધી લોકડાઉન લંબાવાયું, ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

Hiren

Last Updated: 08:00 PM, 17 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

  • દેશભરમાં 31મી મે સુધી લૉકડાઉન લંબાવાયું
  • 14 દિવસ સુધી લાગૂ રહેશે લૉકડાઉન 4.0 
  • કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન

​દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4.0માં શું રાહત અપાશે અને ક્યા પ્રતિબંધ હશે તેને લઇને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ નિયમોમાં રાજ્ય સરકાર સ્થિતિ મુજબનો નિર્ણય લઇ શકે છે.

1. લોકડાઉન 31 મે સુધી અમલમાં રહેશે

2. આ પ્રવૃત્તિઓ ઉપર દેશભરમાં પ્રતિબંધ રહેશે

ક) સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.
ખ) મેટ્રો રેલવે સેવા બંધ રહેશે.
ગ) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.ઘ) હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોમ ડિલિવરી માટેના રસોડા, કવોરેનટાઈન ફેસિલિટી, પોલીસ, સરકારી અધિકારીઓ વગેરે માટેની રહેઠાણ સેવાઓ, બસ ડેપો, રેલવે સ્ટેશન પરના કેન્ટિન ચાલુ રહેશે
ચ) તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, ધાર્મિક, સામાજિક પ્રકારના મેળાવડા બંધ રહેશે.
છ) તમામ ધાર્મિક સ્થળો અને પૂજા કરવાના સ્થળો બંધ રહેશે.

3. આ પ્રવૃતિઓ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય આંશિક રીતે ખોલી શકાશે.

ક) રાજ્યો વચ્ચેની બસ અને વાહન સેવા (બંને રાજ્યોની મંજૂરી જરૂરી)
ખ) રાજ્યોની અંદર અંદર બસ અને વાહન સેવા શરૂ કરી શકાશે.

4. દેશમાં કોરોના વાયરસની વ્યવસ્થા માટે નેશનલ ડિરેક્ટિવ્સ ઓફ કોવિડ 19નો આખા દેશમાં અમલ કરવાનો રહેશે.

5. કોન્ટેનમેન્ટ બફર, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોન

ક) કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર રાજ્યો પોતે તેમના પ્રદેશમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરી શકશે. 
ખ) કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર જિલ્લાઓનું સ્થાનિક તંત્ર પોતે રેડ અને ઓરેન્જ ઝોનની અંદર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન ક્યાં અને કેટલા રાખવા તે નક્કી કરી શકશે.
ગ) કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે જેથી મેડિકલ અથવા કટોકટીના કારણ વગર આ વિસ્તારોમાં લોકોની અવરજવર ન રહે. 
ઘ) આ ઝોનમાં બારિકાઇથી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.

6. સમગ્ર દેશમાં રાતે 7થી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સેવાઓ સેવાઓ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી શકાશે નહીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય

7. ​65 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની જેવી બિમારીવાળા લોકો તથા સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોએ ઈમરજન્સી ઘટનાઓ સિવાય ઘરની બહાર ના નીકળવું.

8. આ સિવાયની તમામ પ્રવૃતિઓને (જે પ્રવૃત્તિઓ ખાસ કરીને પ્રતિબંધિત કરાઈ છે તે સિવાયની) મંજૂરી મળશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તેમની જરૂરિયાત મુજબ વધુ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. 

9. આરોગ્ય સેતુ એપ 

ક) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વ્યક્તિને અને આખા વિસ્તારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વાપરવામાં આવશે.
ખ) કંપની એવા પ્રયત્નો કરે કે તેમના કમર્ચારીઓ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી દે.
ગ) જિલ્લાનું તંત્ર લોકોને આરોગ્ય સેતુ એપ નાખવા માટે અને પોતાના આરોગ્યની સ્થિતિ સમયસર અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે જેથી સત્તાધીશોને વ્યવસ્થા કરવામાં સરળતા રહે.

10. લોકોના અને માલસામાનના સ્થાનાંતર માટે સૂચના 

તમામ રાજ્યોએ આંતર રાજ્ય અને રાજ્યોની અંદર અંદર મેડિકલ કર્મચારીઓ, નર્સ, સ્ટાફ, સ્વચ્છતાકર્મીઓ અને એમ્બ્યુલન્સ, માલવાહક ગાડીઓ, ખાલી ટ્રકો વગેરેની અવર જવર કોઈ જ પ્રકારની પાબંધી વિના મંજૂર રાખવાની રહેશે. 

11. ગાઇડલાઇનનું અમલીકરણ

ક) રાજ્ય સરકારો આ પ્રતિબંધો હળવા નહીં કરી શકે.
ખ) જિલ્લા તંત્રના કલેક્ટર જેતે પ્રદેશ માટે ગાઇડલાઇનનું અમલીકરણ કરાવશે.

12. ઉપર મુજબના નિયમોનું તમામ નાગરિકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે, જો એવું નહીં કરે તો સેક્શન 51થી 60 અંતર્ગત અને IPC 188 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ક્યારે ક્યારે વધ્યું લૉકડાઉન

દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. પહેલા લૉકડાઉનમાં નિયમનું કડક પાલન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 એપ્રિલથી લૉકડાઉન 2.0 શરૂ થયું જે 3 મે સુધી ચાલ્યું. કોરોનાના કેસમાં ઘટાડો ન આવતા ફરીથી લૉકડાઉન વધારવામાં આવ્યું જે 17 મે એટલે કે આજે લૉકડાઉન 3.0 પૂર્ણ થઇ રહ્યું છે.



 

લૉકડાઉન 4.0માં આ 30 શહેરોમાં નહીં મળી શકે રાહત!

દેશના 30 શહેરોમાં લૉકડાઉન 4.0માં પણ પહેલાની જેમ કડક લૉકડાઉનનું પાલન કરાવાશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, પુણે, ગ્રેટર ચેન્નઈ, થાણે, દિલ્હી, ઇન્દોર, કલકતા, જયપુર, નાસિક, જોધપુર, આગ્રા, તિરૂવલ્લુવર, ઓરંગાબાદ, કુડ્ડાલોર, ગ્રેટર હૈદરાબાદ, ચેંગલપટ્ટૂ, અરિયાલુર, હાવડા, કુર્નૂલ, ભોપાલ, અમૃતસર, વિલ્લુપુરમ, ઉદયપુર, પાલઘર, બહરમપુર, સોલાપુર અને મેરઠનું નામ સામેલ છે. આ શહેરોમાં જ કોરોનાના અંદાજિત 80 ટકા કેસ મળ્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus India Lockdown 4.0 lockdown લૉકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ