બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતમાં એક-બે નહીં, 4 જગ્યાએ છપાય છે ચલણી સિક્કા, આ છે સૌથી જૂની ટંકશાળ
Last Updated: 12:29 PM, 16 December 2024
ભારતમાં ચાર મિન્ટ એટલે કે ટંકશાળ છે જેની પાસે સિક્કા છાપવાનો અધિકાર છે, આ છે મુંબઈ મિન્ટ, કલકત્તા મિન્ટ, હૈદરાબાદ મિન્ટ અને નોએડા મિન્ટ. અંહિયાથી સિક્કા છપાઈને માર્કેટ આવે છે. ત્યારે વર્ષ 1859 માં બ્રિટિશ સરકારએ બનાવેલી કલકત્તા અને મુંબઈની ટંકશાળ સૌથી જૂની છે.
ADVERTISEMENT
ટંકશાળ
મિન્ટ એટલે કે ટંકશાળ એ કારખાનાને કહેવાય છે જ્યાં દેશની સરકાર દ્વારા અથવા સરકાર દ્વારા આપવામાં આવેલા અધિકારથી મુદ્રાનું નિર્માણ થાય છે.
ADVERTISEMENT

હૈદરાબાદી નિઝામે 190 માં કરી સ્થાપના
ADVERTISEMENT
હૈદરાબાદ ટંકશાળની સ્થાપના વર્ષ 1903માં હૈદરાબાદી નિઝામની સરકાર દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1950થી ભારત સરકારે તેને પોતાના નિયંત્રણમાં લીધી છે. નોએડા ટંકશાળની સ્થાપના 1986 માં કરવામાં આવી હતી અને ત્યાં વર્ષ 1988 થી સ્ટેનલેસ સ્ટીલના સિક્કા બનાવવાનું શરૂ થયું હતું.

ADVERTISEMENT
બ્રિટિશ સરકાર દ્વારા બનેલી ટંકશાળ
મુંબઈ ટંકશાળ પણ ભારતની સૌથી જૂની ટંકશાળમાંની એક છે. તેનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે પણ બ્રિટિશ સરકાર માટે આર્થિક દૃષ્ટિએ મુંબઈ સૌથી સારું ક્ષેત્ર હતું. કલકત્તા ટંકશાળની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. વર્ષ 1859માં આ ટંકશાળમાં પ્રથમ વખત સિક્કા બનાવવામાં આવ્યા હતા. જો કે તે સમયે બનેલા સિક્કા બ્રિટિશ સરકાર તેની સાથે પરત લઈ ગઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: 5 રૂપિયાના આ સિક્કા શું બંધ થઇ ગયા? RBIએ કેમ આવો નિર્ણય લીધો, જાણો વિગત

ADVERTISEMENT
ટંકશાળ મુદ્રા સિક્કા પર
હૈદરાબાદ ટંકશાળના સિક્કામાં તારીખની નીચે સ્ટાર ચિહ્ન હોય છે. કેટલાક કિસ્સાઓમાં ડોટ ડાયમંડ શેપ માર્ક પણ હોય છે. સિક્કા પર લખેલી તારીખની નીચેનો હીરો અને વચ્ચે ડોટ માર્ક પણ હૈદરાબાદ ટંકશાળના છે. મુંબઈ ટંકશાળમાં નિર્માણ પામેલા સિક્કાઓ પર હીરાના આકારની બિંદી હોય છે. તે સિક્કા પર ચિહ્નિત ઉત્પાદનના વર્ષની નીચે સ્થિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.