બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:44 AM, 16 December 2024
દેશમાં સિક્કા કે ચલણી નોટના છાપકામનું કામ કેન્દ્ર સરકારની મંજૂરીથી થાય છે. સરકાર રિઝર્વ બેન્કને આદેશ આપે છે અને ત્યારબાદ RBI સિક્કા બનાવે છે. તેવી જ રીતે કોઈ પણ ચલણી નાણું બંધ કરવાનો નિર્ણય પણ સરકારનો હોય છે.
ADVERTISEMENT

થઈ રહ્યું છે આર્થિક નુકસાન
ADVERTISEMENT
જાડી ધાતુમાંથી બનેલા પાંચ રૂપિયાના સિક્કાને લઈને એક મોટી સમસ્યા એ છે કે આ સિક્કાઓનો ઉપયોગ બ્લેડ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. એક જાડા પાંચ રૂપિયાના સિક્કામાંથી 4-5 બ્લેડ બનાવી શકાય છે, જેનાથી સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણ છે કે સરકાર અને આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
1-20 રૂ ના સિક્કા ચલણમાં
ADVERTISEMENT

હાલમાં ભારતમાં 1 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીના સિક્કા ચલણમાં છે. જો કે 30 રૂપિયા અને 50 રૂપિયાના સિક્કા ચલણમાં લાવવાના સમાચાર પણ આવતા રહે છે પરંતુ હાલમાં 5 રૂપિયાના જાડા સિક્કા પર પ્રતિબંધ આવવાને કારણે બજારમાં હલચલ મચી ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'મારો ભત્રીજો ડીઆરએમ છે, કહેતા હોવ તો...', જુઓ વગર રિઝર્વેશન TTE સામે મુસાફરે કેવો હોબાળો મચાવ્યો

ADVERTISEMENT
સિક્કાનું છાપકામ બંધ
હાલમાં પિત્તળના બનેલા પાંચ રૂપિયાના સિક્કા જ મોટા ભાગે ચલણમાં છે. ભારે ધાતુના સિક્કાઓનું છાપકામ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે તે ભાગ્યે જ જોવા મળે છે.સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ આ એક પગલું દેશની અર્થવ્યવસ્થાને મહત્વપૂર્ણ દિશામાં લઈ જવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.