બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'મારો ભત્રીજો ડીઆરએમ છે, કહેતા હોવ તો...', જુઓ વગર રિઝર્વેશન TTE સામે મુસાફરે કેવો હોબાળો મચાવ્યો
Last Updated: 11:29 AM, 16 December 2024
બિહારમાં એક મુસાફર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેને બક્સર જવું હતું પરંતુ તે ટીકિટ રિઝર્વેશન વગર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. અને જે વ્યક્તિની સીટ અનામત છે તેની સાથે બેસવા માટે કહી રહ્યો હતો. આ દરમિયાન તે વ્યક્તિ તેની સાથે દલીલ કરવા લાગે છે. જે સમયે ટીટીઈ ત્યાં આવે છે અને પછી પેસેન્જર ટીટીઈ સાથે વાત કરે છે.
ADVERTISEMENT
'મારો ભત્રીજો ડીઆરએમ છે, કહેતા હોવ તો...', જુઓ વગર રિઝર્વેશન TTE સામે મુસાફરે કેવો હોબાળો મચાવ્યો pic.twitter.com/r25Uo1LCjq
— jaydeep shah (@jaydeepvtv) December 16, 2024
ટિકીટ વગર ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ ટીટીઈને કહે છે કે મારે બકસર જવું છે, પરંતુ તે મને અહીં બેસવા દેતો નથી. હું તમને મનોજ સિંહા જી સાથે વાત કરાવી દઉં. જેને લઇ ટીટીઇ કહે છે કે મારી પાસે તેનો નંબર પણ છે. આ પછી તે પૂછે છે કે તમને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરવી આપું, જે બાદ ટીટીઇ વ્યક્તિને બહાર જઈને વાત કરવા જણાવે છે. આ સમય દરમિયાન TTE શાંત રહે છે કારણ કે તેને લાગે છે કે તેની સીટ અનામત છે. જ્યારે તેણે પૂછ્યું કે તમારી સીટ કઈ છે, તો તે કહે છે કે તેની પાસે કોઈ સીટ નથી.
ADVERTISEMENT

વધુ વાંચોઃ આજના દિવસે ભારતે કર્યા હતા પાકિસ્તાનના બે ટુકડા, 93 હજાર સૈનિકોના સરેન્ડરની એ ક્ષણ
ADVERTISEMENT
આ પછી, જ્યારે TTE તેને બહાર લઈ જાય છે, ત્યારે તે કહે છે કે રાહ જુઓ, શાંત રહો, સારી રીતે વાત કરો. 'ભતિજા અમારા ડીઆરએમ છે'. હું તમને તેની સાથે વાત કરું છું. આ પછી TTE કહે છે કે કરાવો વાત. પરંતુ જ્યારે ટીટીઇ તેમના દાવમાં ન આવ્યો ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે અમારે બકસર સુધી જવાનું છે. મને કહો કે કેટલો દંડ ભરવો પડશે. આના પછી ટીટીઇ તેને કમ્પાર્ટમેન્ટમાંથી બહાર લઈ જાય છે અને કહે છે કે ચાલો પહેલા બહાર જઈએ. ચાલો ત્યાં વાત કરીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.