બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA: Why Rohit-Virat not featured in ODI series and T20? Know the reason given by BCCI

સ્પોર્ટ્સ / IND vs SA: વન-ડે સિરીઝ અને T20માં કેમ રોહિત-વિરાટને સ્થાન ન મળ્યું? જાણો BCCIએ શું આપ્યું કારણ

Megha

Last Updated: 09:48 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટીમની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રમાનાર સીમિત ઓવરોની સીરીઝ માટે બ્રેકની માંગ કરી હતી.

  • BCCIએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ટીમોની જાહેરાત કરી
  • સૂર્યકુમારની T20 અને KL રાહુલની ODI કેપ્ટન તરીકે પસંદ કરી 
  • રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સીમિત ઓવરોની સીરીઝ માટે બ્રેકની માંગ કરી

ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટની ટીમોની જાહેરાત કરી છે. સૂર્યકુમારને T20 અને KL રાહુલને ODI ટીમમાં કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં કમાન સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને વ્હાઇટ બોલ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. અનુભવી બોલર જસપ્રીત બુમરાહને પણ આ બંને સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મોહમ્મદ શમી પણ ફિટનેસને આધીન હોવાનું કહેવાય છે. તેનો અર્થ એ છે કે તે હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવા માટે ફિટ થશે.

બીસીસીઆઈએ એક મીડિયા રીલીઝ જારી કરીને ટીમની જાહેરાત કરી છે. જેમાં બોર્ડે જણાવ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રમાનાર સીમિત ઓવરોની સીરીઝ માટે બ્રેકની માંગ કરી હતી. 

બીસીસીઆઈએ ટ્વીટ કરીને લખ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડને સાઉથ આફ્રિકા પ્રવાસના સફેદ બોલ તબક્કામાંથી આરામ માટે વિનંતી કરી હતી. મોહમ્મદ શમી હાલમાં તબીબી સારવાર હેઠળ છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર રહેશે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને ODI અને T20 ટીમમાં શા માટે જગ્યા નથી મળી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ટી20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ પ્રવાસ માટે ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ બોર્ડે માત્ર યુવા ખેલાડીઓ પર જ વિશ્વાસ રાખ્યો હતો. BCCIએ વિરાટ કોહલી અને રોહિત શર્માને T20 અને ODIમાં આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

રોહિત અને વિરાટ વનડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ આરામ પર છે. હવે આ બંને મહાન ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભાગ લેશે. બંને ખેલાડીઓએ તેમની છેલ્લી T20 મેચ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં રમી હતી. જે બાદ વનડે વર્લ્ડ કપની તૈયારી કરી રહેલા આ બંને બેટ્સમેનોની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. જો કે, આ ખેલાડીઓને તેમના IPL પ્રદર્શનના આધારે આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં પસંદ કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ