ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Ind Vs Sa T20 india vs south africa 3rd t20 live cricket score match rishabh pant Harshal Patel
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું દીધું છે. આ સાથે જ પાંચ મેચની સિરીઝનો સ્કોર હવે 1-2 થઈ ગયો છે. આ શ્રેણીમાં ભારતની આ પ્રથમ જીત છે.
સીરિઝમાં ટકવા માટે કરો યા મરોની હતી મેચ
ટીમ ઈન્ડિયાએ આજે મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેણીમાં વાપસી કરી છે અને હવે સ્કોર 1-2 છે. એટલે ભારત એક મેચ જીત્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ, આગળની બંને મેચો ભારત માટે કરો યા મરોની સ્થિતિ સમાન છે. બંને મેચમાં જીત હાંસલ કરવી પડે તેમ છે. ઈન્ડિયાની ટીમના આજના પ્રદર્શનથી સાઉથ આફ્રિકાના ખેલાડીઑની પણ ચિંતા વધી છે.
ADVERTISEMENT
#TeamIndia win the 3rd T20I by 48 runs and keep the series alive.
— BCCI (@BCCI) June 14, 2022
Scorecard - https://t.co/mcqjkCj3Jg #INDvSA @Paytm pic.twitter.com/ZSDSbGgaEE
ADVERTISEMENT
કેપ્ટન ઋષભ પંતની કેપ્ટન્સી હેઠળ પ્રથમ જીત
કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં ભારતની આ પ્રથમ જીત છે.આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને ઋતુરાજ ગાયકવાડ-ઈશાન કિશનની વિસ્ફોટક ઓપનિંગ ભાગીદારીના લીધે 179 રન બનાવ્યા હતા. છેલ્લી બે મેચમાં ખરાબ પ્રદર્શન કરી રહેલા ટીમ ઈન્ડિયાના બોલરોએ અહીં સારું એવું પદર્શન કર્યું અને આફ્રિકાના બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરી ઘર ભેગા કરવામાં સફળતા મેળવી હતી.
Harshal Patel is our Top Performer from the second innings for brilliant bowling figures of 4/25 👏👏
— BCCI (@BCCI) June 14, 2022
A look at his bowling summary here 👇👇@Paytm #INDvSA | @HarshalPatel23 pic.twitter.com/OslHOwlGyS
ADVERTISEMENT
હર્ષલ પટેલ અને ચહલનો તરખાટ
ટીમ ઈન્ડિયા માટે ફાસ્ટ બોલર હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી, તેણે પોતાની 3.1 ઓવરમાં માત્ર 25 રન આપીને ચાર મોટી વિકેટ ઝડપી. છેલ્લી બે મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર યુઝવેન્દ્ર ચહલે અહીં 4 ઓવરના ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ