બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs SA In Ravindra Jadeja's over, the umpire openly cheated with India! DRS was not given despite asking

IND Vs SA / રવીન્દ્ર જાડેજાની ઓવરમાં અમ્પાયરે ભારત સાથે ખૂલેઆમ ચીટિંગ કરી! માંગવા છતાં ન આપ્યો DRS, આઉટ હતો બલ્લેબાજ

Megha

Last Updated: 10:56 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સાઉથ આફ્રિકાની ત્રીજી T20 મેચમાં અમ્પાયરે ખુલ્લેઆમ ભારત સાથે ચીટિંગ કરી હતી અને ભારતીય ટીમ માંગવા છતાં ડીઆરએસ લઈ શકી નહોતી.

  • ત્રીજી T20માં અમ્પાયરે ખુલ્લેઆમ ભારત સાથે ચીટિંગ કરી હતી
  • અમ્પાયરને પૂછવા છતાં ટીમ ઇન્ડિયાને DRS ન આપવામાં આવ્યો 
  • આ બાદ રવિન્દ્ર જાડેજા ગુસ્સામાં જોવા મળ્યો હતો

ક્રિકેટમાં, જ્યારે અમ્પાયર ખોટો નિર્ણય આપે છે, ત્યારે ટીમો તેની સામે અપીલ કરી શકે છે. તેને ડીઆરએસ એટલે કે ડીસીઝન રિવ્યુ સિસ્ટમ કહેવામાં આવે છે. દરેક ઇનિંગ્સમાં ટીમને ઓછામાં ઓછા બે ડીઆરએસ લેવાની તક હોય છે પરંતુ ગઇકાલે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20માં અમ્પાયરે ખુલ્લેઆમ ભારત સાથે ચીટિંગ કરી હતી અને ભારતીય ટીમ ડીઆરએસ પણ લઈ શકી નહોતી.

અમ્પાયરને પૂછવા છતાં તેને ડીઆરએસ ન આપ્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 201 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં યજમાન ટીમની હાલત ખરાબ થઈ હતી. 8 ઓવર પછી આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 51 રન હતો. જ્યારે કેપ્ટન સૂર્યા ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેના સ્થાને વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ 9મી ઓવરમાં જ્યારે જાડેજા પોતે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે અમ્પાયરને પૂછવા છતાં તેને ડીઆરએસ આપ્યો ન હતો અને સમયે સામેનો બેટ્સમેન ડેવિડ મિલર ક્લીન આઉટ હતો.

ડેવિડ મિલર કેચ આઉટ થયો હતો
સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે 8મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા સામે બે સિક્સર ફટકારી હતી. પરંતુ ત્યારબાદ જાડેજાએ ઓફ સ્ટમ્પની બહાર એક બોલ ફેંક્યો હતો. આ બોલ સીધો રહ્યો અને ડેવિડ મિલરના બેટ સાથે અથડાયા બાદ તે વિકેટકીપર જીતેશ શર્માના હાથમાં ગયો. ભારતીય ટીમે જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયર બોંગાની જેલે આઉટ આપ્યો નહતો . 

ભારતે DRS કેમ ન લીધું?
જ્યારે મિલર સામે અપીલ કરવામાં આવી ત્યારે ટીમ ઈન્ડિયા પાસે બે DRS બચ્યા હતા પણ એમ છતાં ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવની જગ્યાએ કેપ્ટનશિપ કરી રહેલા રવીન્દ્ર જાડેજા ડીઆરએસ લઈ શક્યા ન હતા. આવું એટલા માટે થયું કારણ કે તે સમયે DRS કામ કરતું ન હતું. જ્યારે રિપ્લે આવ્યો ત્યારે તે સ્પષ્ટ દેખાતું હતું કે બોલ મિલરના બેટની ધારને અડીને વિકેટકીપરના હાથમાં ગયો હતો.

આ કારણથી જ્યારે કેપ્ટન જાડેજાએ અમ્પાયરને પૂછ્યું તો તેણે DRS માટે ના પાડી દીધી. જો કે, આવા કિસ્સાઓમાં, અમ્પાયર ઘણીવાર કેપ્ટનને અગાઉથી જાણ કરે છે. પરંતુ કદાચ અહીંના ફિલ્ડ અમ્પાયરે જાડેજાને આ અંગે જાણ કરી ન હતી. આ કારણે રવિન્દ્ર જાડેજા ગુસ્સામાં જોવા મળ્યો હતો. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ બાઉન્ડ્રી પર ચોથા અમ્પાયર સાથે આ અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ જ કારણ હતું કે સોશિયલ મીડિયા પર આને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકોએ સોશિયલ મીડિયા પર ક્રિકેટ સાઉથ આફ્રિકાને ઘેરી લીધું હતું. સાથે જ આના પર ચીટિંગ કરવાના આરોપો પણ લાગ્યા હતા. 

આ પહેલા પણ આફ્રિકામાં વિવાદ થયો છે
આફ્રિકામાં અગાઉની સીરિઝ (2021-22)માં DRSને લઈને ઘણો વિવાદ થયો હતો. તે સમયે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ શ્રેણી દરમિયાન ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તે સમયે કેપ્ટન રહેલા વિરાટ કોહલી સ્ટમ્પ માઈક દ્વારા બ્રોડકાસ્ટર સુપર સ્પોર્ટ પર કોમેન્ટ કરતો જોવા મળ્યો હતો. અશ્વિન અને રાહુલના રેકોર્ડિંગ પણ વાયરલ થયા હતા.

મેચમાં શું થયું?
ભારતના સ્ટેન્ડ-ઇન કેપ્ટન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં તેની વિસ્ફોટક ઇનિંગ વડે તેની ચોથી T20 સદી પૂરી કરી. તેણે 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. ભારતે 201 રન બનાવ્યા હતા પરંતુ જવાબમાં સાઉથ આફ્રિકાનો દાવ માત્ર 95 રનમાં સમેટાઈ ગયો હતો. તેની આખી ટીમ મળીને સૂર્યકુમાર યાદવ જેટલા રન પણ બનાવી શકી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ