બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs NZ: Shami takes first wicket in World Cup 2023, breaks Anil Kumble's record

World Cup 2023 / IND vs NZ: શમીએ વર્લ્ડ કપ 2023માં તેના પહેલા જ બોલ પર લીધી વિકેટ, તોડ્યો અનિલ કુંબલેનો આ મોટો રેકોર્ડ

Megha

Last Updated: 04:15 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મશાલાની પીચને ધ્યાનમાં લઈને ન્યુઝીલેન્ડ સામેની પ્લેઇંગ 11માં મોહમ્મદ શમીને ચાન્સ આપવામાં આવ્યો છે અને શમીએ આ મેચમાં પોતાના સ્પેલના પહેલા જ બોલમાં વિકેટ લીધી હતી.

  • મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે 
  • ધર્મશાલાની પીચને ધ્યાનમાં લઈને શમીને ચાન્સ આપવામાં આવ્યો છે
  • શમીએ તેના  ODI વર્લ્ડ કપ 2023ના પહેલા જ બોલમાં વિકેટ લીધી 

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ODI વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ રમવા માટે ચાર મેચ સુધી રાહ જોવી પડી હતી. તેને આ સિઝનમાં તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની મળી, જે ભારતની પાંચમી મેચ છે. આ મેચમાં શાર્દુલ ઠાકુરને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ધર્મશાલાની પીચને ધ્યાનમાં લઈને મોહમ્મદ શમીને ચાન્સ આપવામાં આવ્યો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય બોલરોએ પણ ટીમને સારી શરૂઆત અપાવી હતી.

શમીએ પહેલા જ બોલમાં લીધી વિકેટ 
ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે પ્રથમ સફળતા કિવી ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેને શૂન્ય પર આઉટ કરીને મળી હતી પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાને બીજી સફળતા શમીએ આપી હતી. શમીએ આ મેચમાં પોતાના સ્પેલના પહેલા જ બોલ પર આ સફળતા મેળવી હતી અને ODI વર્લ્ડ કપ 2023માં પણ આ તેનો પહેલો બોલ હતો.

શમીએ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો
શમીએ વિલ યંગને આઉટ કરતાની સાથે જ ODI વર્લ્ડ કપમાં વિકેટોની સંખ્યા વધીને 32 થઈ ગઈ અને તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો જેણે વર્લ્ડ કપમાં કુલ 31 વિકેટ લીધી હતી. 32 વિકેટ સાથે શમી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે, જ્યારે કુંબલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ 44-44 વિકેટ સાથે નંબર વન પર છે.

વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
44 વિકેટ – ઝહીર ખાન
44 વિકેટ – જવાગલ શ્રીનાથ
32 વિકેટ – મોહમ્મદ શમી 
31 વિકેટ – અનિલ કુંબલે

ઝહીર ખાને સૌથી વધુ વિકેટ લીધી હતી
વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ છે. ઝહીરે વર્લ્ડ કપની 23 મેચમાં 44 અને શ્રીનાથે 34 મેચમાં 44 વિકેટ લીધી હતી. આ યાદીમાં શમી (32) બીજા સ્થાને, અનિલ કુંબલે (31) ત્રીજા સ્થાને , જસપ્રિત બુમરાહ (28), કપિલ દેવ (28) સંયુક્ત રીતે ચોથા સ્થાને અને મનોજ પ્રભાકર (24) પાંચમા સ્થાને છે.
આ યાદીમાં મદન લાલ (22) છઠ્ઠા સ્થાને, હરભજન સિંહ (20) અને યુવરાજ સિંહ (20) 7મા સ્થાને છે.

પંડ્યાની ઈજાને કારણે ભારતીય ટીમમાં 2 ફેરફાર
ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઘાયલ હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરની જગ્યાએ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શમી આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે. શમીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 95 વનડે રમી છે. આ સમયગાળા દરમિયાન, 94 ઇનિંગ્સમાં તેણે 25.46ની એવરેજ અને 5.59ની ઇકોનોમી સાથે 172* વિકેટ લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ