ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / ક્યાં-ક્યારે અને કેટલાં વાગ્યે જોઇ શકશો ભારત VS ન્યૂઝીલેન્ડની મેચનું Live Streaming
Last Updated: 11:45 AM, 10 January 2026
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે પોતાની તૈયારીઓનું ટેસ્ટિંગ કરી રહી છે. બંને ટીમો પહેલા ત્રણ મેચની ODI સિરીઝ રમવા જશે ત્યારબાદ T20I મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની હાજરીને કારણે આ સિરીઝને ખાસ માનવામાં આવે છે. વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ફોર્મ દેખાડ્યા પછી હવે ફેન્સને આશા છે કે આ સ્ટાર ખેલાડી ઈન્ટરનેશનલ સ્ટેજ પર પણ પોતાનો જલવો દેખાડશે.
ADVERTISEMENT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI રવિવારના રોજ 11 જાન્યુઆરીએ રમાશે. આ મેચ સિરીઝની શરૂઆત કરશે અને બંને ટીમો જીત સાથે શરૂઆત કરશે.
ADVERTISEMENT
પ્રથમ ODI વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન આજકાલ આંતરરાષ્ટ્રીય મુકાબલાનું નવું કેન્દ્ર બની ગયું છે અને અહીંયા મોટી સંખ્યામાં દર્શકો પહોંચવાની આશા છે.
ADVERTISEMENT
મેચ IST બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના બરાબર અડધા કલાક પહેલા બપોરે 1:00 વાગ્યે ટોસ થશે.
ADVERTISEMENT
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ODI સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ 1 ચેનલ પર મેચ લાઈવ જોઈ શકે છે.
ADVERTISEMENT
જો તમે તમારા મોબાઈલ કે લેપટોપ પર મેચ જોવા માંગતા હો તો Jio-Hotstar એપ અને વેબસાઇટ પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પહેલી ODI માં કોહલી પાસે ઈતિહાસ બનાવવાનો મોકો, તોડી શકે છે સચિનનો આ મોટો રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હમણાની વનડે મેચની વાત કરીયે તો ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. છેલ્લી પાંચ વનડે મેચમાં ભારતે તમામ મેચ જીતી છે.
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, નીતિશ કુમાર રેડ્ડી, ઋષભ પંત, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કેએલ રાહુલ, રોહિત શર્મા, વોશિંગ્ટન સુંદર.
માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદિત્ય અશોક, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેક ફોલ્કેસ, મિશેલ હે, નિક કેલી, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, જેડેન લેનોક્સ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રે, વિલ યંગ, કાયલ જેમીસન, ક્રિશ્ચિયન ક્લાર્ક.
સંકળાયેલા મુદ્દાઓ