ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પહેલી ODI માં કોહલી પાસે ઈતિહાસ બનાવવાનો મોકો, તોડી શકે છે સચિનનો આ મોટો રેકોર્ડ

ક્રિકેટ / પહેલી ODI માં કોહલી પાસે ઈતિહાસ બનાવવાનો મોકો, તોડી શકે છે સચિનનો આ મોટો રેકોર્ડ

Published By: Nirav Kumar

Last Updated: 10:18 PM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલીએ સચિનના અનેક રેકોર્ડ તોડ્યા છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી જ વનડેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

આગામી 11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ભારતની ODI સિરીઝ શરૂ થશે. તેની પહેલી વનડેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વડોદરામાં રમાશે. આ દિવસ કોહલી માટે પણ ખાસ છે કેમ કે, તે તેની પુત્રીનો બર્થ ડે પણ છે.

વિરાટ કોહલીએ પાછલી સીરીઝમાં શાનદાર પર્ફોમન્સ કર્યું હતું. આ સિવાય વિજય હજારે ટ્રોફીમાં પણ લાકડાતોડ પર્ફોમન્સ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં આવું ફોર્મ ચાલુ રહેવાની અપેક્ષા છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની સિરીઝમાં 2 સદી ફટકારી હતી અને તેને બીજી મેચોમાં પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. હવે જો તે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં 94 રન બનાવે તો તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડશે.

  • ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન

અત્યારે સચિન તેંડુલકર એવો ભારતીય બેટ્સમેન છે જેને ODI ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. સચિને 1990 થી 2009 દરમિયાન આ ટીમ સામે 42 વનડેમાં 1750 રન બનાવ્યા હતા. જેમાં 5 સદી અને 2 હાફ સેન્ચુરી સમાવેશ થાય છે.

તો તેની સામે કોહલીએ અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ સામે 33 મેચમાં 1657 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 9 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. કોહલીને ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે ODI માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવા માટે 94 વધુ રનની જરૂર છે. કોહલીના ફોર્મ અને આ ટીમ સામેના તેના પર્ફોમન્સ જોતાં સચિનનો રેકોર્ડ પહેલી જ મેચમાં તૂટી જાય તેવી સંભાવના છે.

  • ફર્સ્ટ ODI ક્યારે અને ક્યાં?

ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડનો પ્રથમ ODI રવિવાર 11 જાન્યુઆરીએ BCA સ્ટેડિયમ (કોટંબી વડોદરા)માં રમાશે. આ મેચ ડે નાઇટ નાઇટ છે એટલે તે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1 વાગે થશે.

vtv app promotion
  • ભારતીય ODI ટીમ

રોહિત શર્મા, શ્રેયસ ઐયર, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

વધુ વાંચો : 2 વર્ષ પછી વિરાટ કોહલીએ કરી ખાસ પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ ગઈ વાયરલ!

  • ન્યુઝીલેન્ડની ટીમ
    હેનરી નિકોલ્સ, નિક કેલી, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જોશ ક્લાર્કસન, ક્રિસ ક્લાર્ક, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝકારી ફોલ્ક, ડેહ્વન કોનવે, મિશેલ હે (વિકેટકીપર), આદિત્ય અશોક, જેડન લેનોક્સ, કાઈલ જેમીસન, માઈકલ રે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Broken Records Sachin Tendulkar Virat Kohli

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ