બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: Three Wicket Keeper, No Pujara And Rahane In India Squad Ind Vs Eng Test

IND vs ENG / બે ગુજરાતી બોલર્સ, ઈશાન કિશન પર વિવાદ...: ટીમ ઈન્ડિયાની નવી ટીમમાં શું છે ખાસ?

Published By: Parth

Last Updated: 12:50 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs England: ઈંગ્લેન્ડ સામે જાહેર કરવામાં આવેલ ટીમ ઈન્ડિયાના સ્કવોડની ખાસ વાતો:

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝને લઈને ટીમ ઈન્ડિયાની સ્કવોડનું એલાન કરવામાં આવ્યું છે. કુલ 16 ખેલાડીઓના નામના એલાન કરવામાં આવ્યા છે જેમાં હિટમેન રોહિત શર્મા નેતૃત્વ કરશે જ્યારે જસપ્રિત બૂમરાહ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ્યારે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. 

ભારતીય ટીમ: 
રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, કેએસ ભારત, ધ્રુવ જૂરેલ, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ, આવેશ ખાન.

ગુજરાતી સ્ટારનું નામ ચગયું પણ જગ્યા ન મળી:
રણજી ટ્રોફીમાં ગુજરાતી પ્લેયર ચેતેશ્વર પૂજારાએ જોરદાર પ્રદર્શન કર્યું અને ડબલ સેન્ચુરી ફટકારી. આટલા સારા પ્રદર્શન બાદ એવી અટકળો હતી કે પૂજારાને ટીમ ઈન્ડિયાને જગ્યા આપવામાં આવશે, જોકે તેમનું નામ લિસ્ટમાં આવ્યું નથી. જોકે રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ એમ બે ગુજરાતી સ્ટાર્સ ટીમમાં સામેલ છે જ્યારે જસપ્રીત બૂમરાહનો પણ ગુજરાત સાથે ખાસ નાતો છે. 

ત્રણ વિકેટકીપર: 
કે એલ રાહુલ, કે એસ ભારત તથા ધ્રુવ જૂરેલ એમ ત્રણ વિકેટકીપર ટીમમાં હશે જેમાં ધ્રુવ જૂરેલ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરી રહ્યો છે. 

ઈશાન કિશનનો વિવાદ: 
બીજી તરફ ઈશાન કિશનનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. ઈશાનને ફરી ટીમમાં સ્થાન મળ્યું નથી. જુદા જુદા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશાન કિશનથી BCCI નારાજ છે તેથી તેને ટીમમાં સ્થાન આપવામાં આવી રહ્યું નથી. જોકે આ મુદ્દે કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

વધુ વાંચો VIDEO: 14 મહિના બાદ T20 રમશે વિરાટ કોહલી, ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીનું કપાશે પત્તું?

ગિલ અને અય્યર: 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનું પ્રદર્શન કશું ખાસ રહ્યું નથી અને રન પણ નથી બની રહ્યા છતાં તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshar patel India squad Ravindra Jadeja ind vs eng Ind vs Eng

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ