બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તા વચ્ચે ત્રણ મેચની ટી 20 સીરિઝ ચાલી રહી છે જેમાં ઉત્તરાયણના દિવસે જ 14મી જાન્યુઆરીએ બીજી મેચ રમાશે. ઈન્દોરના સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ત્યારે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઈન્દોર માટે રવાના થયો છે. 14 મહિના બાદ વિરાટ કોહલી ટી 20 મેચ રમશે. છેલ્લે કોહલીએ 2022માં ટી 20 મેચ રમી હતી. પહેલી મેચમાં વિરાટ કોહલી રમી શક્યો નહોતો, જોકે આ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો.
King Kohli on his way to Indore.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 13, 2024
- The GOAT returns tomorrow...!!! 🐐pic.twitter.com/CQFQvpp5i8
ADVERTISEMENT
હવે બીજી અને ત્રીજી મેચમાં વિરાટ કોહલી જોવા મળી હસકે છે, મેચ માટે કોહલી આજે જ મુંબઈ એરપોર્ટથી ઈન્દોર માટે રવાના થયો છે.
ADVERTISEMENT
જોકે સૌથી મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી પ્લેઈંગ 11માં આવશે તો પહેલી મેચમાં જે ખેલાડીઑ રમ્યા હતા તેમાંથી કયા ખેલાડીનું પત્તું કપાઈ જશે? પહેલી મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલે ઓપનિંગ કરી હતી જ્યારે તિલક વર્મા ત્રીજા નંબર પર રમ્યો હતો. એવામાં કોહલી ઓપનિંગ કરી શકે છે અથવા નંબર 3 પર બેટિંગ કરી શકે છે.
વધુ વાંચો : બે ગુજરાતી બોલર્સ, ઈશાન કિશન પર વિવાદ...: ટીમ ઈન્ડિયાની નવી ટીમમાં શું છે ખાસ?
ADVERTISEMENT
જો વિરાટ કોહલી ઓપનિંગ કરશે તો શુભમન ગિલની જગ્યા લેશે અને જો ત્રીજા નંબર પર બેટિંગ કરશે તો તિલક વર્માનું પત્તું કપાશે એ નિશ્ચિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.