બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs ENG 5th test dharamshala team india kl rahul reached london for treatment
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. જેમાં હાલ ભારતીય ટીમ 3-1થી આગળ છે. હવે સીરિઝનો પાંચમો અને છેલ્લો મુકાબલો 7 માર્ચથી 11 માર્ચની વચ્ચે ધર્મશાળામાં રમાશે.
ADVERTISEMENT
હૈદરાબાદમાં થયેલી પહેલી ટેસ્ટ બાદ KL રાહુલ ટીમથી બહાર ચાલી રહ્યા છે. ત્યાં જ ધર્મશાળા ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે કે નહીં તેના પર હાલ સસ્પેન્સ યથાવત છે. ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ છેલ્લા ટેસ્ટમાં ઘણા ખેલાડીઓને આરામ પણ આપી શકે છે. બુમરાહની વાપસી પર અપડેટ આવ્યું છે.
No words just pure emotions 🥹
— BCCI (@BCCI) February 26, 2024
A series win to remember 🔝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/AtyB7tJq4c
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર KL રાહુલને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યા છે અને લગભગ એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે. જોકે આ રિપોર્ટમાં પુષ્ટી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે KL રાહુલ લંડનમાં કોઈ એક્સપર્ટ્સની સલાહ લઈ રહ્યા હોઈ શકે છે.
ADVERTISEMENT
રાહુલને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માટે 90 ટકા ફિટ માનવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ઠીક નથી થયા. જેના કારણે BCCI અને નેશનલ ક્રિકેટ એકેડેમી મેનેજમેન્ટે તેમની સિચુએશન પર ફરી ધ્યાન આપ્યું. જેના બાદથી તેમની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે? બુમરાહની થશે વાપસી?
ધર્મશાળા ટેસ્ટમાં કોણ રમશે અને કોણ નહીં તેના પર હાલ અનિશ્ચતતા છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સીરિઝની છેલ્લી મેચ માટે અમુક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહ્યા છે. ટેસ્ટ 7 માર્ચથી શરૂ થવાની છે.
ADVERTISEMENT
વધુ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાનો આગામી ધોની છે રોહિત શર્મા, પૂર્વ ક્રિકેટરે જણાવ્યું રસપ્રદ કારણ
ADVERTISEMENT
રાંચી ટેસ્ટ માટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તે હવે ધર્મશાળા મેચ માટે વાપસી કરશે. ત્યાં જ અમુક ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને આરામ આપવા વિશે ચર્ચા ચાલી રહી છે. જેમાં એક બેટ્સમેન અને બોલર બન્નેનો ઉલ્લેખ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.