બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs BAN Harmanpreet Kaur got angry after getting out LBW, bat hit the stump; View Video

IND vs BAN / VIDEO: OUT થઈ તો બેટ મારીને સ્ટંપ જ ઉખાડી નાંખ્યા, શું હવે ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સામે લેવાશે કોઈ એક્શન?

Megha

Last Updated: 09:11 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશ સામેની ODI મેચ દરમિયાન હરમનપ્રીત કૌરે આઉટ થયા બાદ ગુસ્સામાં બેટ ફટકારીને સ્ટમ્પ વેરવિખેર કર્યા હતા .આ બાદ ભારતીય ચાહકોએ પણ હરમન પર બેન મૂકવાની માંગ શરૂ કરી હતી.

  • હરમનપ્રીત કૌર મેદાન પરના વર્તનને કારણે હેડલાઈન્સમાં આવી
  • આઉટ થયા બાદ હરમનપ્રીતે સ્ટમ્પ પર તેનું બેટ ફટકાર્યું હતું
  • ભારતીય ચાહકોએ પણ હરમન પર બેન મૂકવાની માંગ શરૂ કરી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર શનિવારે (22 જુલાઈ) ના રોજ તેના મેદાન પરના વર્તનને કારણે હેડલાઈન્સમાં આવી ગઈ હતી. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ ODI દરમિયાન એલબીડબ્લ્યુ આઉટ થયા બાદ હરમનપ્રીતે તેના પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્ટમ્પ પર બેટ ફટકાર્યું હતું. આ મામલો ભારતીય ઇનિંગ્સની 34મી ઓવરનો છે, જ્યારે હરમનપ્રીતે નાહિદા અખ્તર સામે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ તેના પેડ સાથે અથડાયો અને સ્લિપ તરફ ગયો.

બાંગ્લાદેશ સામેની ODI મેચ દરમિયાન હરમનપ્રીત કૌરે બેટ ફટકારીને સ્ટમ્પ વેરવિખેર કર્યા હતા. અને પછી અમ્પાયરને પણ કંઈક કહ્યું. આ સાથે તેણે ભીડ તરફ ઈશારો પણ કર્યો. અને આ મામલો જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા. ટ્વિટર પર ભારતીય ચાહકોએ પણ હરમન પર બેન મૂકવાની માંગ શરૂ કરી હતી. હરમનપ્રીત 34મી ઓવરમાં નાહિદાની બોલિંગમાં આઉટ થઈ ગઈ હતી. જોકે શરૂઆતમાં અમ્પાયરે હરમનને LBW આઉટ આપી હતી પણ બાદમાં આ કેચ આઉટ લખવામાં આવ્યું હતું. આ નિર્ણયથી હરમન ગુસ્સે થઈ થઈ ગઈ હતી. 

થયું એવું કે નાહિદા અને અન્ય બાંગ્લાદેશના ખેલાડીઓએ LBW માટે અપીલ કરી અને અમ્પાયરે આંગળી ઉંચી કરી. કૌર આ નિર્ણયથી ગુસ્સે થઈ ગઈ હતી અને સ્ટમ્પ પર  બેટ ફટકાર્યું હતું એ બાદ તે પેવેલિયન પરત ફરતી વખતે તેણે અમ્પાયરને ઈશારો કર્યો કે બોલ બેટ સાથે અથડાયા બાદ પેડ પર વાગી ગયો હતો. જણાવી દઈએ કે બાંગ્લાદેશ અને ભારતની મહિલા વનડે સીરીઝમાં કોઈ ડીઆરએસ નથી, આવી સ્થિતિમાં હરમનપ્રીત કૌરને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. હરમનપ્રીત પર ગુસ્સો દર્શાવવા બદલ એક્શન નક્કી છે. તેમને દંડ થઈ શકે છે. તે બે ચોગ્ગાની મદદથી 21 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાયેલી મહિલા ODIની મેચ ટાઈ થઈ હતી. છેલ્લી મેચમાં આજે બાંગ્લાદેશે 225 રન કર્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પણ 225 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. જેને પગલે ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ