બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Aus 1st ODI: mohammad shami took 5 wicket in 10 overs, Australia scored 276 runs

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 277 રનનો ટાર્ગેટ, સમીએ 5 વિકેટ ચટકાવી, ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ

Vaidehi

Last Updated: 06:43 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs AUS 1st ODI Match : મોહાલીમાં ચાલી રહેલ પહેલી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનાં બોલર્સે ધમાલ મચાવી છે. શમીએ 51 રન આપીને 5 વિકેટ લઈ લીધી.

  • મોહાલીમાં પહેલી વનડે મેચની શરૂઆત
  • ટીમ ઈન્ડિયાનાં બોલર્સે મચાવી ધૂમ
  • મોહમ્મદ શમીએ પોતાના સ્પેલમાં 51 રન આપી 5 વિકેટ લીધી

મોહાલીમાં વનડે મેચની શરૂઆત થઈ ચૂકી છે. ઈન્ડિયા VS ઑસ્ટ્રેલિયાની આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં બોલર્સે ધમાલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આજે 276નો જ સ્કોર બનાવી શકી. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી જ્યાં મોહમ્મદ શમીએ પોતાનાં ધુંવાધાર પ્રદર્શનથી 51 રનમાં 5 વિકેટ ટીમ ઈન્ડિયાનાં નામે કરી લીધાં. 3 મેચની વનડે સીરીઝની આજે પહેલી મેચ ચાલી રહી છે. 276/ઓલ આઉટ.

પહેલી ઓવરમાં જ લીધી વિકેટ
મોહમ્મદ શમીએ ભારતને પહેલી જ ઓવરમાં સફળતા અપાવી છે. તેમણે પહેલા ઓવરની ચોથી બોલ પર માર્શને આઉટ કર્યાં. શમીની બોલ બેટનાં કિનારે લાગતાં સ્લિપમાં ગઈ અને શુભમન ગિલે કેચ પકડી લીધો.

ડેવિડ વોર્નર આઉટ
19મી ઓવરની બીજી બોલ પર વોર્નર આઉટ થયાં. રવિન્દ્ર જાડેજાની બોલ પર વોર્નર મોટો શોટ મારવા ઈચ્છતાં હતાં પરંતુ ડિપ મિડવિકેટ પર ગિલે તેમનો કેચ લપક્યો.

30મી ઓવરમાં અડધો ખેલ પૂરો
22મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો. ટીમના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ બોલ્ડ થઈ ગયાં. મોહમ્મદ શમીની શાનદાર બોલ પર સ્ટીવ સ્મિથ આઉટ થયાં. સ્મિથે 60 બોલમાં 41 રનો બનાવ્યાં. 30 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 151/3 થઈ ગયો હતો.

રવિચંદ્રનને સફળતા મળી
લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરી રહેલા રવિચંદ્રન અશ્વિનને આ મેચમાં પહેલી સફળતા મળી છે. તેમની બોલ પર માર્નસ લેબુશેન સ્ટમ્પ આઉટ થયાં છે. માર્નસ 39 રન બનાવીને રમી રહ્યાં હતાં. 

શમીએ 5 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા જ્યારે એક પછી એક રન બનાવી રહી હતી ત્યારે ટીમ ઈન્ડિયાનાં મહોમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો. શમીએ માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યાં. આ બાદ જસપ્રીત બુમરાહે જોશ ઈંગ્લિશને કેચ આઉટ કરાવ્યાં. આ સમયે ટીમનો સ્કોર 250/7 હતો. મોહમ્મદ શમીએ પોતાના 10 ઓવરનાં સ્પેલમાં 51 રન આપ્યાં અને 5 વિકેટ લઈ લીધી. આ વનડે કરિયરનો બીજો સૌથી ફાઈવ વિકેટ હોલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ