બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / IND v / s WI: West Indies team arrives in Ahmedabad will be quarantined for 3 days, history will be made without spectators at Modi Stadium

ક્રિકેટ / IND v/s WI: અમદાવાદ પહોંચેલી વેસ્ટઇન્ડિઝ ટીમ 3 દિવસ રહેશે ક્વોરન્ટીન, 6 ફેબ્રુ.એ મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો વગર જ રચાશે ઈતિહાસ

Published By: Mehul

Last Updated: 09:02 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી. અમદાવાદમાં વન ડે અને કોલકાતામાં T20 સિરીઝ.

  • ભારત-વેસ્ટ ઇન્ડીઝ વન-ડે સીરીઝ 
  • 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી અમદાવાદમાં 
  • મોદી સ્ટેડીયમમાં રમાશે ઐતિહાસિક મેચ 

 

 

ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સીરીઝ અને કોલકાતામાં T20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં  એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.

 

આ ઐતિહાસિક મેચનું સાક્ષી અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનશે. ત્રણ એક દિવસીય મેચની આ શ્રુંખલા 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી શરુ થશે. જો કે.પૂર્વ નિર્ધારિત રીતે મોદી સ્ટેડીયમમાં એક પણ દર્શકને પ્રવેશ નહિ મળી શકે. તો કોલકાતામાં આયોજિત T20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે. આ   T20 સીરીઝ  16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે. 

 

વન ડે- શેડ્યુલ 

પહેલી વનડે - 6 ફેબ્રુઆરી, અમદાવાદ
બીજી વનડે- 9 ફેબ્રુઆરી, અમદાવાદ
ત્રીજી વનડે- 11 ફેબ્રુઆરી, અમદાવાદ

T20 શિડ્યૂલ

પહેલી T20- 16 ફેબ્રુઆરી, કોલકાતા
બીજી T20- 18 ફેબ્રુઆરી, કોલકાતા
ત્રીજી T20- 20 ફેબ્રુઆરી, કોલકાતા

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ ઐતિહાસિક ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પ્રવેશ બંધી પ્રેક્ષક ભારત વન ડે સીરીઝ વેસ્ટ ઇન્ડીઝ INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ