બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Increasing force of heart attack in Gujarat! On Tuesday, 4 people's heart stopped, one complained of chest pain and one died while walking

દુઃખદ / ગુજરાતમાં હાર્ટ એટેકનું વધતું જોર! મંગળવારે 4 લોકોના હ્રદય અટકી પડ્યા, કોઈને છાતીમાં દુખાવાની હતી ફરિયાદ તો કોઈને ચાલતા મળ્યું મોત

Vishal Khamar

Last Updated: 12:22 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટએટેકથી એક જ દિવસમાં 4 લોકોના મોત થતા ચિંતા વધી છે. તો બીજી તરફ કાર્ડિયાક એરેસ્ટના કેસમાં પણ વધારો થયો છે.

  • રાજ્યમાં હાર્ટએટેકથી એક જ દિવસમાં 4 ના મોત
  • હાર્ટએટેકથી મોતની સંખ્યમાં સતત વધારો
  • સુરત, અમદાવાદ, જેતપુર, મહેસાણામાં હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને હાર્ટએટેકને કારણે થતા એક બાદ એક મોતની ઘટનાએ ચિંતા વધારી છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે.

સુરતના માંડવીમાં 47 વર્ષના મુકેશ ગામીત નામના વ્યક્તિનું હાર્ટએટેકને કારણે મોત થઈ ગયુ છે. મુકેશ ગામીત ગરબા રમી રહ્યાં હતા ત્યારે ગરબા રમતા રમતા તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે ત્યાંજ ઢળી પડ્યા હતા. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. 

અમદાવાદમાં પણ હાર્ટએટેકને કારણે 36 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું. ચાંદખેડામાં રહેતા અને શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના મંત્રી વિશાલ સોલંકીને હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટએટેક આવતા તેનું ઘટના સ્થળે જ મોત થયું.

મહેસાણામાં પણ હાર્ટએટેકે 65 વર્ષીય વ્યક્તિનો ભોગ લઈ લીધો. વિજાપુરના ખરોડ ગામના દશરથ પટેલ નામના વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું.

જેતપુરના ખજુરી ગુંદાળા ગામે રહેતા યુવકને પણ હાર્ટએટેક આવ્યો હતો. 22 વર્ષીય કિશન મકવાણા નામનો યુવક પોતાના ઘરે હતો. તે સમયે તેને હાર્ટએટેક આવ્યો હતો. અને હાર્ટએટેકને કારણે યુવકનું સ્થળ પર જ મોત થઈ ગયું.

આમ રાજ્યમાં હાર્ટએટેકને કારણે એકબાદ એક યુવકોના મોત થતા તબિબિ આલમમાં ચિંતા પ્રસરી છે. અને આવી ઘટનાઓ ક્યાં જઈને અટકશે તે ચિંતાનો વિષય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ