બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Increased incidence of heart attacks in Gujarat: 4 people died of heart attacks in the last 24 hours

દુઃખદ / આજે વધુ 4ના હાર્ટ એટેકથી મોત: રાજકોટમાં 2, અમદાવાદમાં 1 તો વડોદરામાં HR વિભાગમાં કામ કરતા 49 વર્ષીય કર્મચારીનું નિધન

Malay

Last Updated: 12:15 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ

  • ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ 4 વ્યક્તિના મૃત્યુ
  • રાજકોટમાં 2 લોકોના થંભી ગયા હ્રદય 
  • વડોદરામાં  HR વિભાગમાં નોકરી કરતા કર્મચારીનું મોત

Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના ત્રણથી વધારે બનાવ સામે આવી રહ્યા છે, એવામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. 

આ આદતોના કારણે નાની ઉંમરમાં લોકો થઈ રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર, તમે પણ  કરતા હોવ આવી ભૂલો તો ચેતી જજો | puneeth rajkumar death heart attack cardiac  arrest in young people

4 લોકોના થંભી ગયા હ્રદય 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હ્રદય થંભી જતાં દુઃખદ અવસાન થયા છે. જેમાં રાજકોટમાં 2 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જ્યારે અમદાવાદમાં એક અને વડોદરામાં એક વ્યક્તિએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ધોબીઘાટ ખાતે બુકબાઈડિંગ માટે આવેલા 40 વર્ષીય હસમુખ રતિલાલ પંચાલ નામના વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓએ નીચે ઢળી પડ્યા હતા, રાહદારીઓ દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  

મૃતકઃ હસમુખ રતિલાલ પંચાલ

રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ 
અન્ય એક બનાવની વાત કરીએ તો રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમાં રાજકોટના થોરાળાના ગોકુલપરાના 38 વર્ષીય ગુણવંત ચાવડા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે ગોવિંદનગરના ખાતે રહેતા 53 વર્ષીય પરસોત્તમ જાદવ નામના વ્યક્તિને હાર્ટએટેક આવતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં પરિવારની માથે આભ ફાટી પડ્યું હતું. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં સતત વધારો થયો છે.

મૃતકઃ પરસોત્તમ જાદવ

વડોદરામાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત 
વડોદરામાં પણ એક વ્યક્તિને હાર્ટ એટેક ભરખી ગયો છે. વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી મોટનાથ રેસીડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં HR વિભાગમાં નોકરી કરતા ભરત સુથાર (ઉં.વ 49)ને બુધવારે સવારે પીઠમાં દુખાવો થતાં તેઓએ તેમના પત્નીને જાણ કરી હતી. જે બાદ તેઓએ દુખાવાની દવા લીધી હતી. જે બાદ તેઓ નોકરીએ ગયા હતા. નોકરી દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ સહકર્મીઓ તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

સરકારે બનાવી ડોક્ટરોની કમિટી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો સતત સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કમિટીમાં ડો. જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે અને ડો. પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ