બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Increase in examination fees of class 10 and 12, poor families may face consequences, shocking revelations in Surat suicide case.

2 મિનિટ 12 ખબર / ધો.10 અને 12 ની પરીક્ષા ફી માં વધારો , ગરીબ પરિવારોને પડી શકે છે ફટકો, સુરત આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

Vishal Khamar

Last Updated: 11:44 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તો કેન્દ્ર સરકારે દેશભરનાં કરોડો પેન્શન ધારકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.પેન્શનરો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ હવે સરળતાથી જમા કરી શકશે.

ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. 

6 members of Solanki family swallow poison together, one member hangs himself: Suicide note reads, 'People behaved as I...

સુરતમાં ફર્નિચર વેપારી મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાત મામલે ચકચાર મચી છે. ગુજરાત સહિત આખા દેશને એ વાત જાણવામાં રસ છે આખરે એવું તે શું થયું કે આખા પરિવારે અચાનક આપઘાત કરવો પડ્યો. પોલીસના હાથમાં સુસાઈડ નોટ આવી છે જેની પરથી ખબર પડે છે કે શા માટે તેમના પરિવારે ભેગા મળીને આપઘાત કરવાનું વિચાર્યું. કંઈ દેવા કે આર્થિક સમસ્યાને કારણે સોલંકી પરિવારે આપઘાત કર્યો નથી. પરંતુ ઉછીના પૈસાનું કારણ સામે આવ્યું છે. સોલંકી પરિવારના કિસ્સામાં ધરમ કરતા ધાડ પડી હોય તેવું લાગી રહ્યું છે. 

World record on Garba written by PM Modi in Rajkot, 1.21 lakh people took part in Garba on the day of Sharad Punam

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે રચિત ગરબો “માડી” પર શરદપૂનમની રઢીયાળી રાતે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 1 લાખ 21 હજારથી વધુ ખેલૈયાઓને પાર્થિવ ગોહિલની ટીમે સંગીતના તાલે રાસ ગરબા રમાડી રેકોર્ડ સર્જ્યો હતો. આ પ્રસંગે યુવાનોએ “નો ડ્રગ્સ” ના શપથ ડ્રગ્સ જેવા દુષણથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

An alarming rise in the number of deaths due to heart attacks in Rajkot

રાજકોટની વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં 13 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. રાજકોટ શનિવારે  2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં 38 અને 42 વર્ષના 2 વ્યક્તિના 24 કલાકમાં મોત થયા છે. જ્યારે 17થી 28 ઓક્ટોબર સુધીમાં 13 લોકોના હ્રદય થંભી ગયા છે. રાજકોટમાં છેલ્લા 12 દિવસમાં વશરામ મોહનભાઇ ધંધુકિયા (ઉ.વ.45), રમેશ જેરામભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.50), સવાઇસિંહ હાલાજી સોઢા (ઉ.વ.55), જયેશભાઈ ઝાલાવડીયા (ઉ.વ.44), કંચનબેન રાજેશકુમાર સક્સેના (ઉ.વ.48), આશિષ પરષોત્તમભાઈ અકબરી (ઉ.વ.40), રણજીત ઉપેન્દ્રભાઈ યાદવ (ઉ.વ.24), ગોરધનભાઈ રાખોલીયા (ઉ.વ.45), ઘુઘાભાઇ મોહનભાઇ સારદીયા (ઉ.વ.58), ગુણવંતભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ.38), પરષોત્તમભાઇ રતિભાઇ જાદવ (ઉ.વ.53), ધીમંતકુમાર વ્યાસ (ઉ.વ.62) અને શક્તિસિંહ ઝાલા (ઉ.વ.42)નું હાર્ટ એટેકથી નિધન થયું છે.

 ધો. 10 ની પરીક્ષા ફી માં વધારો
ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ફી માં વધારો
ધો. 12 સામાન્ય પ્રવાહની ફી માં  વધારો

ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારો થવાથી લાખો વિધાર્થીઓને અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી વાઈઝ વધારો કરવામાં આવ્યો છે.  શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે. 

અમરેલીના સાંસદ નારણ કાછડિયાની ઓડિયો ક્લિપે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપના સાંસદ નારણ કાછડિયાનો સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકાવતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. નારણ કાછડિયા ફોન પર સામા પક્ષના વ્યક્તિને ધમકાવતા હોય તેવા પ્રકારના શબ્દો સાંભળવા મળી રહ્યા છે. 

Assault on Patidar leader Vasant Khetani: Charges against Arjun Sinh Jadeja

કચ્છના પાટીદાર અગ્રણી વસંત ખેતાણી પર હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. હુમલાને લઈને વસંત ખેતાણીએ અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, મેં અર્જુનસિંહ જાડેજા વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેથી અર્જુનસિંહે માણસો મોકલીને મારા પર હુમલો કરાવ્યો છે. 

mukesh ambani received death threat wrote in the email now i want 200 crores

કેટલાક લોકો દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના જીવના દુશ્મનો બન્યાં છે. મુકેશ અંબાણીને 3 વાર મોતની ધમકી મળી હતી. સવારમા પહેલાની બે ધમકીમાં તેમને 20 કરોડ આપવાની અથવા તો મોત માટે તૈયાર રહેવાનું જણાવાયું હતું હવે ત્રીજી ધમકીમાં 20 કરોડ નહીં સીધા 200 કરોડ માગવામાં આવ્યાં હતા. 

India-Canada: India supported canada proposal on Hamas Israel war in in UN meeting

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાની વચ્ચે મામલો ગરમાયેલો છે. એ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાનાં એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છએ. આ પ્રસ્તાવ હમાસને લઈને કેનેડા તરફથી મૂકવામાં આવ્યો હતો. કેનેડાએ પ્રસ્તાવ રાખ્યો હતો કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની નિંદા થવી જોઈએ. ભારતે તેમાં કેનેડાનાં પ્રસ્તાવનાં સમર્થનમાં વોટ આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલની મદદ માટે ભારતે આ પગલું લીધું હતું. 

onion price hike know why prices are increasing

ડુંગળીની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. દિવાળી પહેલા ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે 35-40 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર વેચાઈ રહેલી ડુંગળી હાલ 60-80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તહેવારોની સીઝન પહેલા ટામેટાના ભાવમાં ઘટાડો થયા બાદ હવે ડુંગળીની કિંમતો પણ સતત વધી રહ છે. છેલ્લા 20 દિવસમાં ડુંગળીા ભાવમાં ખૂબ વધારો થયો છો. એવામાં ડુંગળીની કિંમત 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા છે. 

jeevan pramaan patra step by step process to submit life certificate

ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને નવેમ્બર દેશભરના કરોડો પેન્શરનરો માટે ખૂબ જ મહત્વનો છે. આ મહિને તેમને પોતાનું જીવન પ્રમાણ પત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર સુપર સીનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરવાની તક મળી રહી છે. 

2023ના વર્લ્ડ કપમાં નવી નવી ટીમો મજબૂત ટીમોને ઘૂંટણીએ પાડી રહી છે અને અપસેટ સર્જી રહી છે. તેનો વધુ એક દાખલો જોવા મળ્યો. નવા ગણાતાં નેધરલેન્ડે બાંગ્લાદેશને 87 રને હરાવીને વર્લ્ડ કપમાં બીજી જીત મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ