બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Income Tax department raid in Karnataka Andhra pradesh Delhi Telangana and collected over 94 crore rupees in cash

દરોડા! / 94 કરોડ તો ખાલી રોકડા, 8 કરોડના ડાયમંડ, 30થી વધુ ઘડિયાળો: રિયલ એસ્ટેટ બિઝનેસમેનને ત્યાં રેડ, પૈસા ગણતાં ગણતાં અધિકારીઓને ચક્કર આવી ગયા

Vaidehi

Last Updated: 05:26 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈનકમ ટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી ઓફિસરો તથા રિયલ એસ્ટેટ ટ્રેડર્સને ત્યાં રેડ પાડી હતી જેમાં 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

  • ઈનકમ ટેક્સ વિભાગે દેશનાં 4 રાજ્યોમાં પાડ્યાં દરોડા
  • 94 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી
  • આશરે 102 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે સ્થાનો પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

સર્ચિંગ દરમિયાન 3થી 4 રાજ્યોમાં પાડ્યાં દરોડા
CBDTએ જણાવ્યું કે  12 ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

કુલ 102 કરોડથી વધારેની સંપત્તિ જપ્ત
CBDTએ નિવેદનમાં કહ્યું કે સર્ચિંગનાં પરિણામસ્વરૂપ 94 કરોડની રોકડ સિવાય કુલ 102 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતાં CBDTએ જણાવ્યું કે આ સિવાય એક 'એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી પાસેથી લગભગ 30 લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન મળી આવ્યું હતું'

BJP- કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ
બેહિસાબી રોકડ મળ્યાં બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો બીજી તરફ CM સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર જણાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ