બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Including China Russia 7 countries of the world, where ChatGPT is not opening

પ્રતિબંધ / વિશ્વના એવાં 7 દેશ, કે જ્યાં નથી ઓપન થઇ રહ્યું ChatGPT, ચીન-રશિયા પણ સામેલ, જાણો કારણ

Megha

Last Updated: 03:28 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChatGPT Ban: ઇટલીમાં ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ હાલમાં જ એ વિશે પ્રાઈવસીને ધ્યાન રાખતા OpenAIના વાયરલ AI ચેટબોટ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો હતો.

  • ઇટલીએ OpenAIના વાયરલ AI ચેટબોટ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો
  • પ્રાઈવસીને ધ્યાન રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો 
  • ચાલો જોઈએ એવા કયા દેશ છે જ્યાં ChatGPT બેન છે

ChatGPT એ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઘણા લોકો ChatGPT દ્વારા તેમના કામને સરળ બનાવે છે તો ઘણા લોકોને એવો ડર છે કે ક્યાંક AI માણસો પર હાવી ન થઈ જાય. આ સાથે જ ઘણા લોકો પ્રાઈવસી સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે પણ વાત કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઇટાલીમાં ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ હાલમાં જ એ વિશે પ્રાઈવસીને ધ્યાન રાખતા OpenAIના વાયરલ AI ચેટબોટ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો હતો. OpenAI યુઝર્સને બીજા યુઝર્સની ચેટબોટ્સ સાથેની વાતચીતનું ટાઇટલ જોવાની મંજૂરી આપે છે, જે પ્રાઈવસીની દ્રષ્ટિએ બરાબર નથી.

જો કે ઇટલી એકમાત્ર દેશ નથી જેણે AI ચેટબોટ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે એ પહેલા ઉત્તર કોરિયા, ઈરાન, રશિયા અને ચીને વિવિધ કારણો દર્શાવીને open AIના AI ટૂલ્સ પર બેન મૂક્યો છે. ચાલો જોઈએ એવા કયા દેશ છે જ્યાં ChatGPT બેન છે. 

ચીન 
ચીનને ચિંતા છે કે યુ.એસ. નકલી માહિતી ફેલાવવા અને વૈશ્વિક વર્ણનને પ્રભાવિત કરવા માટે ChatGPT નો ઉપયોગ કરી શકે છે. એટલે વિદેશી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ સામે કડક નિયમોને કારણે ચીને ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. 

રશિયા
રશિયા ChatGPT ના દુરુપયોગ સહિત પશ્ચિમી દેશો સાથે રશિયાના સંબંધો ન હોવાને કારણે ChatGPT જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર્વ પર પ્રતિબંધ છે. 

ઈરાન
નોંધનીય છે કે ઈરાન તેના કડક સેન્સરશીપ નિયમો માટે જાણીતું છે સાથે જ પરમાણુ કરારને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડ્યા છે. આટલા બધા રાજકીય તણાવ પછી, અમેરિકાના AI ચેટબોટ પર પણ ઈરાનમાં બેન છે.

સાઉથ કોરીયા
સાઉથ કોરિયામાં, કિમ જોંગ-ઉનની સરકારે ઇન્ટરનેટ ઍક્સેસ પર ભારે પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ સરકાર તેના નાગરિકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજીકથી નજર રાખે છે એટલે ChatGPT ત્યાં પણ બેન છે.  

ક્યુબા
ક્યુબામાં પણ ઈન્ટરનેટનો વપરાશ મર્યાદિત છે અને સરકાર ઈન્ટરનેટ પ્રવૃતિ પર કડક નિયંત્રણ રાખે છે. 

સીરિયા
સીરિયામાં પણ કડક ઈન્ટરનેટ સેન્સરશીપ કાયદા છે, સરકાર ઈન્ટરનેટ ટ્રાફિક પર ભારે દેખરેખ રાખે છે. અહીંની સરકાર યુઝર્સને ઘણી વેબસાઈટ અને સર્વિસ એક્સેસ કરવાથી પણ રોકે છે. આ કારણોસર અહીં ChatGPT પણ ઉપલબ્ધ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ