બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Inability of wife to bear child neither impotence nor ground for divorce under Hindu Marriage Act: Patna High Court

મહિલા સન્માનનો ચુકાદો / બાળકને જન્મ ન આપવો છૂટાછેડાનું કારણ ન બની શકે, કે તેને નપુંસકતા પણ ન કહેવાય- HCનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:21 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટણા હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો છે કે બાળકને જન્મ ન આપી શકવાની અસમર્થતા છૂટાછેડાનું કારણ ન બની શકે.

  • પત્ની બાળકને જન્મ આપી ન શકતી હોવાથી શખ્સે કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી
  • બાળકને જન્મ ન આપી શકવાની અસમર્થતા છૂટાછેડાનું કારણ ન બની શકે
  • આવી સ્થિતિમાં જીવનસાથીએ એકબીજાની મદદ કરવી જોઈએ 

બાળકને જન્મ ન આપી શકવો લગ્ન ખતમકરવાનો કાનૂની આધાર ન બની શકે તેવી મોટી ટીપ્પણી કરતાં પટના હાઈકોર્ટે પતિ દ્વારા દાખલ છૂટાછેડાની અરજીને ફગાવી દીધી છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ પતિની છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી આની સામે પતિએ પટના હાઇકોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી હતી. 

વૈવાહિક જીવનમાં કોઈને પણ બીમારી આવી શકે, બન્નેએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ 
કોર્ટે કહ્યું - મહિલાને ગર્ભાશયમાં સિસ્ટ છે. તેથી જ તેને બાળક થઈ શકતું નથી. જો મહિલાઓને અંડાશયની કોથળીઓ હોય તો પેટમાં સોજો, દુખાવો, સેક્સ દરમિયાન દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળી શકે છે. પતિ તેને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે જેથી તેને સંતાન થઇ શકે.
જસ્ટિસ જિતેન્દ્ર કુમાર અને પી.બી.બજંથરીની ડિવિઝન બેન્ચે કહ્યું કે પતિ-પત્ની તરીકે સાથે રહેતા કોઈ પણ બીમારી થઈ શકે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી.
"આવી સ્થિતિમાં, અન્ય જીવનસાથીની વૈવાહિક ફરજ છે કે તે તેમના જીવનસાથીને મદદ કરે, સાથે રહે. બાળકને જન્મ આપવામાં અક્ષમતાએ નપુંસકતા નથી કે લગ્ન સમાપ્ત કરવા માટેનો કોઈ આધાર પણ નથી. આવા સંજોગોમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડાની કોઈ જોગવાઈ નથી.

પત્ની ફક્ત વર્જિનિટી તોડવા માગતી હતી-પતિનો આરોપ 
ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે તે પત્ની પર લગાવવામાં આવેલા ક્રૂરતાના આરોપને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેની સાથે અને તેના સાસુ-સસરા સાથે દુર્વવ્યહાર કર્યો હતો, ખુદ પત્નીએ પણ છૂટાછેડા લેવાની વાત કરી હતી. 
પત્ની ક્યારેય પરિવાર શરૂ કરવા નહોતી માંગતી, બસ પોતાની વર્જિનિટી તોડવા માંગતી હતી. પરિવારે ના પાડી હોવા છતાં ગામના લોકો સાથે મુલાકાત કરી હતી.

પત્ની ગર્ભાધાન કરીને મા બની શકે તેવી હાલતમાં નહોતી
આ કેસમાં પત્ની મા ન બની શકે તેવી હાલતમાં હોવાથી પતિએ છૂટાછેડાની અરજી કરી હતી જેથી તે બીજી મહિલા સાથે લગ્ન કરીને સંતાન પેદા કરી શકે. પતિએ એમ પણ કહ્યું હતું કે, પત્ની તેના માતા-પિતા સાથે રહે છે. ઘણી વાર તેણે તેને પાછી લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે ના પાડી દીધી. જ્યારે તેણે તેને તેની ખરાબ તબિયત વિશે જણાવ્યું અને સારવાર માટે આર્થિક મદદ માંગી, ત્યારે તે તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરની સલાહ પર અલ્ટ્રાસોનિક ટેસ્ટમાં સામે આવ્યું કે પત્નીને ગર્ભાશયમાં સિસ્ટ છે તેથી તે સ્ત્રીબીજ બનાવી શકે તેવી સ્થિતિમાં નથી અને આ રીતે ગર્ભાધાન કરીને મા બની શકે તેવી હાલતમાં નથી. આ કિસ્સામાં પતિ 24 વર્ષનો યુવાન છે. તે પિતા બનવા માંગે છે, પરંતુ તેની પત્ની માતા બનવાની કોઈ સંભાવના નથી.

લગ્ન પછી 2 વર્ષ સાથે રહ્યાં હોય તો છૂટાછેડાનો આધાર બની શકે 
કોર્ટે નોંધ્યું હતું કે છૂટાછેડાની અરજી લગ્નના બે વર્ષમાં દાખલ કરવામાં આવી હતી અને પત્ની માત્ર બે મહિના સુધી પતિ સાથે રહી હતી. આવી સ્થિતિમાં લગ્ન ભંગનો કોઈ આધાર નથી. કારણ કે ત્યાગ ઓછામાં ઓછા બે વર્ષના સતત સમયગાળા માટે હોવો જોઈએ. કોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે પતિએ હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ વૈવાહિક અધિકારોની પુન:સ્થાપના માટે કોઈ કાનૂની પગલા લીધા નથી, જે દર્શાવે છે કે સાથે રહેવાના ઈનકારના દાવામાં આધારનો અભાવ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ