બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / In UP a teenager's hobby of making reels took his life, he died after being hit by a moving train VIDEO

ચોંકાવનારી ઘટના / રેલવે ટ્રેક પર Reels બનાવવી આ શખ્સને પડી ભારે: ધડામ દઇને ટ્રેને ઉડાડી દીધો, મળ્યું મોત

Megha

Last Updated: 03:05 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલના કારણે 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવી રહ્યો હતો અને અચાનક પાછળથી ટ્રેન આવી.

  • રીલ બનાવવાના ચક્કરમાં 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો 
  • ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવી રહ્યો
  • રીલ બનાવતા સમયે અચાનક પાછળથી ટ્રેન આવી 

દેશમાં ઇન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. આજના સમયમાં યુવાનોમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ છે અને લોકોમાં રીલ બનાવવાની સતત હરીફાઈ ચાલી રહી છે. આજના સમયમાં યુવાનો વિચાર્યા વગર રસ્તા પર ગમે ત્યાં રીલ બનાવવાનું શરૂ કરી દે છે અને આના કારણે લોકોને મુશ્કેલી તો પડે જ છે પરંતુ કેટલીક વખત રીલ બનાવનારને તેની કિંમત પણ ચૂકવવી પડે છે. 

હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલના કારણે 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. બારાબંકીનો રહેવાસી ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઝડપી ચાલતી મેલ એક્સપ્રેસે ટક્કર મારી હતી અને એ કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનના ટેરા દૌલતપુરનો રહેવાસી ફરમાન ગુરુવારે સવારે તેના મિત્રો સાથે શહાબપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન ફરમાન સહિત તેના તમામ મિત્રો મોજ-મસ્તી કરતા દામોદરપુર ગામ પાસેના રેલ્વે ક્રોસિંગ પર પહોંચ્યા, જ્યાં ફરમાન રીલ બનાવવા લાગ્યો. આ દરમિયાન પાછળથી આવતી એક હાઇસ્પીડ ટ્રેને તેને ટક્કર મારી હતી. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. 

વાત એમ છે કે જહાંગીરાબાદનો રહેવાસી ફરમાન તેના 3 મિત્રો સાથે જુલૂસ જોવા જઈ રહ્યો હતો. જો કે, અધવચ્ચે તેણે કહ્યું કે તે રેલ્વે ક્રોસિંગ પાસે રોકાઈને ટ્રેક પર રીલ બનાવવા માંગે છે. તેના મિત્રોએ પણ તેની વાત સ્વીકારી અને કઈ પણ વિચાર્યા વગર ફરમાન સીધો રેલ્વે ટ્રેક પાસે જઈને ઉભો રહ્યો. રીલ બનાવવાના ઉત્સાહના ચક્કરમાં પાછળથી આવતી ટ્રેન તે જોઈ શક્યો નહીં અને અંતે ટ્રેને તેને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. 

અકસ્માત બાદ રેલવે પોલીસે ફરમાનના મિત્રો અને પરિવારજનોના નંબર લીધા અને તેને જાણ કરી. જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરમાનણા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ ફરમાનનો મૃતદેહ તેના પરિવારને દફનાવવા માટે આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ