બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / In this state of the country, 86 cattle were killed by lightning, the herdsmen barely survived

કુદરતનો કહેર / બાપ રે! દેશના આ રાજ્યમાં વીજળી ત્રાટકતા 86 પશુઓનાં મોત, માંડ-માંડ બચ્યા પશુપાલકો

Priyakant

Last Updated: 11:42 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Monsoon News: દેશના અનેક વિસ્તારોમાં એક તરફ કમોસમી વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ રાજસ્થાનમાં વરસાદની સાથે વીજળી પડતાં 86 પશુઓના મોત

  • સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી, રાજસ્થાનમાં ભારે વરસાદ
  • ચોમાસાના આગમન બાદ દેશના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
  • રાજસ્થાનમાં વરસાદની સાથે વીજળી પડતાં 86 પશુઓના મોત

સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ તરફ ચોમાસાના આગમન બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ અનેક ખેડૂતો માટે આ ચોમાસું આફત સમાન બની ગયું છે. ચોમાસાના આગમન બાદ દેશના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહે છે. હવે જ્યાં એક તરફ કમોસમી વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ રાજસ્થાનમાં વરસાદની સાથે વીજળી પડતાં 86 પશુઓના મોત થયા છે. 

પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાના આગમનની સાથે જ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે (26 જૂન) સાંજે લગભગ 6 વાગ્યે વરસાદ દરમિયાન જેસલમેર જિલ્લાના નોખા ગામથી 2 કિમી દૂર એક નિર્જન જગ્યાએ વીજળી પડી જેના કારણે ત્યાં હાજર 86 પ્રાણીઓના મોત થયા છે. 

વરસાદની સાથે આકાશમાંથી વીજળી પડી
વિગતો મુજબ વરસાદની સાથે આકાશમાંથી વીજળી પડી તે સમયે ઓમર ખાન પોતાના તમામ ઘેટા-બકરા સાથે એક ઝાડ નીચે ઊભો હતો. જ્યારે આકાશમાંથી ઝાડ પર વીજળી પડી તો ઉમર ખાન તેમાંથી દૂર ગયો. આ દરમિયાન ઝાડ નીચે ઉભેલા 86 પશુઓના મોત થયા હતા. જો  કે આ સમયગાળા દરમિયાન ઉમર ખાન બચી ગયો હતો. હાલ આ ઘટના બાદ વિસ્તારના ગ્રામજનો ભયભીત છે.

પીડિતે વહીવટીતંત્ર પાસે માંગી મદદ 
આ દરમિયાન હવે ઘટનાની જાણ થતા નોક પોલીસ સ્ટેશન અને વહીવટીતંત્રની ટીમ સાથે મામલતદાર અશોક કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું. આ કેસમાં ગ્રામજનોએ પીડિત ઉમર ખાન માટે વહીવટીતંત્ર પાસે મદદની પણ માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ