બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / In the last one month, 6 people died of heart attack in Gujarat, due to excessive stress and Corona

VTV સ્પેશ્યલ / બાપ રે! છેલ્લાં એક મહિનામાં હાર્ટ એટેકથી ગુજરાતમાં 6 લોકોનાં મોત, કારણ વધુ પડતો 'સ્ટ્રેસ અને કોરોના

Dinesh

Last Updated: 04:23 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

  • ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 6 લોકોના હાર્ટ અટેકથી મોત
  • એકદમ યુવા વર્ગ અચાનક જ હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડે છે
  • નાની ઉંમરે હાર્ટ ઍટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું


રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 6 લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે. એકદમ યુવા વર્ગ અચાનક જ હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડે છે અને તેમનું મૃત્યુ થાય છે. ગઈકાલે એટલે કે 27 તારીખે પણ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પરંતુ ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો સરેરાશ 15 દિવસે આવો એક બનાવ સામે આવતો હોય છે.  કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો હતો. યુવક મૂળ તાપી જિલ્લાનો હતો અને રાજકોટમાં અભ્યાસ અર્થે રહેતો હતો. જે ગઈકાલે અચાનક જ કોલેજથી છૂટી ને નીકળોને છાતીમાં દુખાવો ઉપાડતા સાથી મિત્રો તેને હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો. કોરોના પછી આ પ્રમાણ વધ્યું હોવાની ભારે ચર્ચા છે.

હાર્ટ એટેક પહેલા શરીરમાં નહીં વાળમાં થવા લાગે છે આવા ફેરફારો, સામે આવ્યું  સત્ય | Before a heart attack changes begin to occur in the hair not the body

એક મહિનામાં હાર્ટ એટેકથી 6 લોકોના મૃત્યુ 
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકથી 6 લોકોના મૃત્યુ થયા છે. થોડા દિવસ અગાઉ જ અમદાવાદમાં ચાલુ ફરજ પર PSI કલ્પેશ કલાલને હાર્ટ એટેક આવ્યો હતો અને જેનું મૃત્યું થયું હતુ. તો સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા હતા. જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાત ડોક્ટરનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. જેતપુરના જૂની સાંકળી ગામમાં હાર્દિક સિંઘલ નામના 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ત

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે?
કોરોનાની રસી હાર્ટ એટેક માટે કેટલી જવાબદાર તે મુદ્દે કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે? તે બાબતે હાર્ટ ઍટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 

હાર્ટ ઍટેકથી બચવા શું કરવું જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતુ કે, નાની ઉંમરે હાર્ટ ઍટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવા આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે. રાજકોટમાં ફેબ્રુઆરી મહિનામાં તો યુવાનો જાણે હાર્ટ એટેકથી દર એક વીકમાં એક મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં માત્ર રાજકોટમાં  20 દિવસમાં ગ્રાઉન્ડમાં રમતી વખતે 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. રાજકોટના રેસકોર્સમાં માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આજની આ ટુર્નામેન્ટમાં યુવા પત્રકાર જીગ્નેશ ચૌહાણે પણ ભાગ લીધો હતો. જેમાં જીગ્નેશ ચૌહાણે 18 બોલમાં 30 રન બનાવ્યા હતા. બાદમાં આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન તે ખુરશી પરથી અચાનક ઢળી પડ્યો હતો અને મોત થઈ ગયું હતું. 15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમીને પરત ફરતા યુવકનું  મોત થયું હતું. બનાવની વિગત અનુસાર, ભરત બારૈયા નામનો યુવક ભાણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન ગત 15 ફેબ્રુઆરીએ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું, 30મી જાન્યુઆરીએ હાર્ટ ઍટેકથી બે યુવકોના થયા હતા મોત થયા હતાં. જાન્યુઆરી મહિનામાં બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોના હાર્ટ ઍટેકના કારણે મોત થયાનું હોવાનું સામે આવ્યું હતું. એક ઘટનામાં યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે ટેનિસનો બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટ ઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ઘટનાઓ માત્ર રાજકોટની જ છે પરંતુ રાજકોટ સિવાય બરોડા સુરત અમદાવાદ સહિતના શહેરોમાં પણ મહિને એક આવો બનાવ બને છે. જેમાં 20 થી 35 વર્ષ વચ્ચેની ઉંમરના લોકો યુવાનોને હાર્ટ એટેક આવે છે અને મૃત્યુ થઈ રહ્યું છે

ડૉ. રાજેશ તેલી

ડૉ. રાજેશ તેલીએ શું કહ્યું ?
ડોક્ટર રાજેશ તેલીએ VTVને એક્સક્લુઝિવ માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે જે ખૂબ ચિંતાજનક છે પરંતુ આમાં મુખ્ય ત્રણ કારણો ચકાસવા પડે કે મૃતકોને અગાઉ કોરોના થયો હતો કે નહીં વેક્સિન લીધી હતી કે નહીં કારણ કે અગાઉ જે ચાર મોત રાજકોટમાં થયા તેમાંથી લગભગ બધાને કોરોના થયો હતો. જેમાં મેં બધાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોયા હતા માત્ર એક યુવાનને જ નળી બ્લોક આવી હતી. બાકીના ત્રણ યુવાનના સીધા હ્રદય જ બેસી ગયા હતા. માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે તે પણ ખૂબ મહત્વનું છે ત્રીજા કારણમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોવો પડે અને જો કોરોના બાદ હાર્ટ એટેક આવે છે તો તેમાં નળી બ્લોક થતી નથી સીધું હૃદય બેસી જાય છે એનો મતલબ એવો થાય છે કે કોરોનાની અસર હૃદય પર પડી રહી છે માટે જે લોકોને થોડો ગંભીર કોરોના આવ્યો હોય તેને કોરોના પછી પણ બે થી ત્રણ વર્ષ ખૂબ જ કેર કરવાની જરૂર હોય છે. ટૂંકમાં કોરોના બાદ હાર્ટ એટેક આવે તો નળી બ્લોક થતી નથી મોટાભાગના કિસ્સામાં સીધું હૃદય જ બેસી જતું હોય છે. માટે યુવાનોએ પણ ટ્રેડમિલથી સમયાંતરે ચેક કરતું રહેવું પડે એમ.આર.આઈ કરાવતું રહેવું પડે અને સ્પેશિયલ પ્રકારના રિપોર્ટ આવે તે પણ કરાવવું જરૂરી છે

ચેસ્ટ મેડિસિન ડોક્ટર જયેશ ડોબરીયાએ શું કહ્યું ?
રાજકોટના એમડી અને ચેસ્ટ મેડિસિન ડોક્ટર જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ઘણા કારણો હોય છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા પછી વધારે અંદાજ આવે ઘણીવાર હૃદયના ધબકારા અનિયમિત થઈ જતા હોય છે વારસાગત બીમારીઓ પણ ધ્યાને લેવાતી હોય છે અને કાર્ડીયા એટેક અને હાર્ટ એટેક બંનેમાં ફેર હોય છે પરંતુ આપણે કોઈનું આ રીતે મૃત્યુ થાય તો હાર્ટ એટેકમાં જ ખપાવી દેતા હોય છે એટલે એકાએક હૃદય બંધ થઈ જવુંએ એટેક નથી હોતું. એટેકમાં નળી બ્લોક થતી હોય છે. પરંતુ કોરોના બાદ આવું થાય એક રિસર્ચનો વિષય છે જેનું રિસર્ચ ચાલી રહ્યું છે હાલ કાઈ કહેવું વહેલું ગણાશે

ચેસ્ટ મેડિસિન ડોક્ટર જયેશ ડોબરીયા

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું ?
કોરોના સ્પેશિયાલિસ્ટ તને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

એમડી ડોક્ટર મયંક ઠક્કર

અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 

હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતો
અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો થવો
જોર જોરથી નસકોરા બોલવા તેમજ ઘણીવાર ઊંઘ તૂટવી
છાતી પર દબાણ લાગવું અને છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે
માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય
ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો
છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ