બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / In Surat, 13-year-old adopted daughter was raped by 5 people including her father

ચોંકાવનારી ઘટના / સુરત ફરી શર્મસાર: 13 વર્ષની દત્તક દીકરી સાથે સાવકા પિતા સહિત 5 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, 3ની ધરપકડ, એકની અટકાયત

Malay

Last Updated: 03:06 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: બાળકીઓ હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. સુરતમાં 13 વર્ષની સગીરા સાથે સાવકા પિતા, કાકા, 2 ભાઈ અને અન્ય એક ઈસમે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે.

 

  • 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
  • ત્રણની ધરપકડ, એકની અટકાયત
  • અન્ય એક આરોપીની શોધખોળ શરૂ

સુરતમાં ફરી એક વખત શર્મશાર ઘટના સામે આવી છે. એક 13 વર્ષની સગીરા સાથે સાવકા પિતા, કાકા, બે ભાઈ અને અન્ય એક ઇસમે દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ઘટનાને લઇ ત્રણ આરોપીની ધરપકડ કરી એક બાળ કિશોરની અટકાયત કરી છે. 

મરજી વિરુદ્ધ અવારનવાર આચર્યું દુષ્કર્મ
અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઓગસ્ટ 2021થી ડિસેમ્બર 2021 દરમિયાન સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં આરોપી વત્સલ મહેતા, નીરજ મહેતા, નિકુંજ ગામીત અને પ્રજ્ઞેશ મહેતા ઉપરાંત પંદર વર્ષના એક બાળ કિશોર આમ કુલ પાંચે આરોપીએ અવારનવાર સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ ઘરના પહેલા માળે લઈ જઈ દુષ્કર્મ આચાર્ય હતું. 

સગીરાના માતાએ નોંધાવી ફરિયાદ
સગીરા દ્વારા આ ઘટનાની જાણ તેની માતાને કરવામાં આવી હતી. ત્યારબાદ સગીરાની માતા દ્વારા સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહત્વની વાત છે કે ઘટનામાં સગીરાના સાવકા પિતા, કાકા, બે પિતરાઈ ભાઈઓ અને અન્ય એક સામે દુષ્કર્મનો આરોપ છે. ત્યારે પોલીસની તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે, આ બાળકી જ્યારે 5 મહિનાની હતી તે સમયે તેને નારી સંરક્ષણ ગૃહમાંથી દત્તક લેવામાં આવી હતી.

અડાજણ પોલીસે 5 લોકો સામે દાખલ કર્યો ગુનો
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી આ કિશોરીને દત્તક લેવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર બાળકીને પોતાની સાથે જ રાખતા હતા. દત્તક લીધેલી આ બાળકી જ્યારે મોટી થઈ ત્યારે સાવકા પિતા, ભાઈ અને કાકાએ જ તેને હવસનો શિકાર બનાવી હતી. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે કુલ પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાળક કિશોરની અટકાયત કરવામાં આવી છે અને અન્ય એક આરોપી ફરાર છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. 

બાળકી સાથે જબરદસ્તીથી બાંધ્યા સંબંધ 
એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ સગીરા સાથે તેના પિતા અને કાકાએ તો અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા પરંતુ કાકાએ જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે મહિલાના પુત્ર એ પણ આ બાળકી સાથે સંબંધ જબરદસ્તીથી બાંધ્યા હતા. તો જ્યારે બાળકીની માતાએ બાળકીના સાવકા પિતાને દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કરવાની ના કહી પ્રતિકાર કર્યો ત્યારે સાવકા પિતાએ જણાવ્યું હતું કે દીકરીને આપણે ક્યાં જન્મ આપ્યો છે એટલે ચિંતા સાની. 

પતિની આ પ્રકારની હરકતોથી કંટાળી મહિલા
આ બાબતે પતિ પત્નીને અવારનવાર ઝઘડો પણ થતો હોવાની વિગતો સામે આવી છે. પતિની આ પ્રકારની હરકતોથી કંટાળી મહિલા દ્વારા જ બાળકીને ન્યાય અપાવવા માટે પતિ અને અન્ય પરિવારના સભ્યો સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ આ બાબતે પતિ-પત્નીઓને ઝઘડો થયો હોવાના કારણે આ સગીરાને ભણવા માટે સાપુતારાની એક હોસ્ટેલમાં પણ મોકલી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ બાળકીનો સાવકો પિતા તેને ફરીથી સુરત લાવ્યો હતો અને સુરતની સ્કૂલમાં એડમિશન કરાવી ફરી તેની સાથે ફરીથી શારીરિક સંબંધો જબરદસ્તીથી બાંધવામાં આવતા હતા અને અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ