બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / In Rajkot, these 2 police officers got a signature from a timber trader in a blank check, find out how much they did

ખળભળાટ / રાજકોટમાં લાકડાના વેપારી પાસેથી આ 2 પોલીસ અધિકારીએ કોરા ચૅકમાં કરાવી સહી, જાણો કેટલાનો કર્યો તોડ

Mehul

Last Updated: 04:00 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ. પોલીસે ટિમ્બર્સના માલિક પાસેથી બે ચેક કોરા લખાવી નાંખ્યા. ચેકમાં 3.80 લાખ રકમ ભરાવી

 

  • રાજકોટ પોલીસ સામે વધુ એક 'બ્યુગલ'
  • સોની બાદ લાકડાના વેપારીની ફરિયાદ
  • પોલીસે  3.80 લાખના તોડની ફરિયાદ 


ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર રાજકોટનાં  પોલીસ વસૂલી કાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાની એરણે છે. રાજકોટ પોલીસના  દ્વારા વસૂલીકાંડ મામલે વધુ એક ખુલાસો થતા રાજનીતિ અને પ્રસાશનિક વમળ બહુ ઘેરા બન્યા છે. સોની વેપારી બાદ હવે લાકડાના વેપારીએ મુદ્દે પણ  સણસણતા આરોપ લાગ્યા છે. આ વેપારીને રાજકોટના PSI વી.જે.જાડેજા ઉઠાવી ગયાનો આક્ષેપ થતા સ્થાનિક પોલીસ પર વધુ એક દાગ લાગ્યો છે . PI વી.કે ગઢવી સાથે PSI જાડેજાનું નામ  સામે આવ્યું છે.

ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક 'જુગલબંદી'ની બૂ' આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. આ કેસમાં  વિસોત ટિમ્બર્સે ગાંધીધામની શિયા નેચરલ પાસેથી 10 લાખનો માલ મંગાવ્યો હતો. જેના પૈસા ભરપાઇ ન થતા વિસોતે નિયમ મુજબ માલ પરત થયો હતો. રાજકોટ પોલીસની આ કેસમાં 21-12-2021 એન્ટ્રી થઇ  હતી. જેમાં વિસોત ટિમ્બર્સના ભાગીદારને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હતી. પોલીસે ટિમ્બર્સના માલિક પાસેથી બે ચેક કોરા લખાવી નાંખ્યા હતા.  આ બન્ને ચેકમાં પોલીસે રૂપિયા 1.90 લાખની રકમ ભરાવી હતી. આમ આ રીતે 3.80 લાખ રૂપિયાનો તોડ પોલીસે કર્યો હતો. આ મુદ્દે ટિમ્બર્સના માલિકે રાજકોટ પોલીસ કમિશનરને ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નહોતી થઇ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ