બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In old Shedhavi village of Mehsana, children are forced to get education at the risk of their lives

મહેસાણા / તૂટેલી છત, લટકતા વાયર..., 7-7 વર્ષ થયા તો પણ શાળામાં કોઇ જ સુધારો નહીં, શું આ છે વિકાસશીલ ગુજરાતની તસવીર!

Vishal Khamar

Last Updated: 03:23 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે. જીવના જોખમે 200 થી વધુ બાળકો શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. શાળાની હાલતને લઈ વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

  • મહેસાણાના જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર 
  • 2017માં ડેમેજ સર્ટી અપાયા છતા કોઈ કાર્યવાહી નથી કરાઈ 
  • અનેક રજૂઆત છતા કોઈ કામગીરી ન થયાના સ્થાનિકોના આક્ષેપ

 મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળામાં 208 જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ શાળાની હાલત જર્જરિત હોવાથી બાળકો ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળાના ચાર થી પાંચ રૂમ ની હાલત ખરાબ થઇ ગઇ છે.શાળા તંત્ર દ્વારા  રૂમ ના ડેમેજ સર્ટિ પણ લેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી શાળાના રૂમ નું નવીનીકરણ થયું નથી.ડેમેજ સર્ટિ વાળા રૂમમાં બેસી બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે.પતરા નો જે સપોર્ટ છે તે લાકડા ના દોરિયા પણ ઉધઈ થી ખવાઈ ગયા છે તેમજ દીવાલો ને પણ તિરાડો પડી ગઈ છે.બાળકો આવા વર્ગખંડ મા બેસતા ડરી રહ્યા છે તેમજ વાલીઓમાં પણ તેમના નાના ભૂલકાઓ તૂટેલા વર્ગ માં બેસી ભણતા હોવાથી તેઓ પણ ચિંતામાં રહેતા હોય છે.

2017માં સ્થાનિક સરપંચ દ્વારા એન્જિનિયર ને બોલાવીને શાળાનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું
આપણે જૂની શેઢાવીની શાળાની વાત કરી અને શાળા તંત્રના શિક્ષકો સાથે અને ત્યારબાદ શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાત કરી સમગ્ર મામલે ગામના આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ શાળામાં 208 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 50% જેટલી બાળકીઓ છે. 2017માં સ્થાનિક સરપંચ દ્વારા એન્જિનિયર ને બોલાવીને શાળાનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું તે દરમિયાન એન્જિનિયર દ્વારા શાળાના ઓરડા જર્જરીત હોવાથી તેને ડેમેજ સર્ટી આપ્યું હતું અંદાજિત છ વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ શાળાના ઓરડા નવા બન્યા નથી તો બીજી તરફ તે જર્જરિત ઓરડાની અંદર બાળકોને શાળા તંત્ર દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 

કોઈ પણ પ્રકારની ઘટના બને તો જવાબદાર કોણ
ચોમાસાની અંદર આ શાળાના ઓરડાની અંદર વરસાદી પાણી પણ પડતા હોય છે અને શાળાના માલ સામાન્ય નુકસાન પણ થાય છે તેમ છતાં આ તંત્ર જાણે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપવું હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું છે પૂર્વ સરપંચ દ્વારા જો આ શાળાના ઓરડા પહેલી એપ્રિલ સુધી બનાવવામાં નહીં આવે તો પ્રતીક ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી રહી તો શું તંત્ર બાળકોને આવી રીતે જ ભાઈ સાથે ભણવા દેશે જીવના જોખમ સાથે ભણવા દેશે શું તંત્ર કોઈ અ ઇચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો કોઈએ પ્રકારની ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ

વધુ વાંચોઃ ગુજરાતમાં 1195 કરોડનું ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું વધુ એક કૌભાંડ: દુબઈ-શ્રીલંકા કનેક્શન, CID ક્રાઈમ દોડતી થઇ

શાળા કોઈ  અનિચ્છનીય ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો 
સરકાર દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે. જૂની શેઢાવીની આ શાળા કોઈ  અનિચ્છનીય ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગીને આ શાળાના નવા ઓરડા બનાવી બાળકોને ભય વિનાનું શિક્ષણ આપે છે કે પછી આ જ રીતે બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવતા રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ