ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કજાકિસ્તાનમાં 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમા આરોપીઓએ પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું બાદમાં તેને 4 દિવસ સુધી ગોંધી રાખી અને કુલ 17 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
17 લોકો આચર્યું સામૂહિક દુષ્કર્મ
ADVERTISEMENT
ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો એક કેબ ડ્રાઈવરે પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું. બાદમાં તે કેબ ડ્રાવયર તેને અવવારુ જગ્યાએ લઈ ગયો જ્યા તેણે અને તેના સાથીઓ સહિત કુલ 17 લોકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સાથેજ બધાજ આરોપીઓએ સગીરાને માર પણ માર્યો હતો.
કેફી દ્રવ્ય પીવડાવી સગીરાને બેભાન કરી
ADVERTISEMENT
જ્યારે સગીરાએ વિરોધ કર્યો તો તેને નદીમાં ફેકીને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાના કહેવા પ્રમાણે તે બજારમાં ખરીદી કરવા ગઈ હતી જ્યાથી તે પરત ઘરે આવી રહી હતી. તે સમયે કેબ ડ્રાઈવરે તેને નશીલું દ્વવ્ય પિવડાવીને તેને બેભાન કરી નાખી. સગીરાએ એવું પણ કહ્યું કે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે ત્યારે તેના શરીર પર કપડા ન હતા અને તે એક નદી કિનારે હતી.
હવસખોરોએ નદી કિનારે આચર્યું દુષ્કર્મ
ADVERTISEMENT
સગીરાએ વધુમાં કહ્યું તે હવસખોરોએ તેની સાથે ત્યાજ નદી કિનારે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેઓ તેને એક ખાલી ઘરમાં લઈ ગયા હતા. જ્યા તેમણે સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, સાથેજ આરોપીઓએ તેમના મિત્રોને પણ ફોન કરીને બોલાવી લીધા હતા. જ્યા તેમણે ભેગા મળીને સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વધુમાં સગીરાએ એવું પણ કહ્યું કે જ્યારે તેણે તેમનો વિરોધ કર્યો તો તે લોકોએ સગીરાને મારી હતી સાથેજ તેને નદીમાં ફેકીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
4 દિવસ સુધી સગીરા સાથે આચર્યુ સામૂહિક દુષ્કર્મ
ADVERTISEMENT
સમગ્ર મામલે સગીરાનું કહેવું છે કે આરોપીઓએ 4 દિવસ સુધી સતત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેમણે તેના કપડા પરત આપ્યા અને ઘરની બહાર કાઢી મુકી હતી. પીડિતાની માતાએ આ સમગ્ર મામલે સ્થાનિક મીડિયાની મદદ લીધી. આ ઘટના ખરેખર 5 મહિના પહેલા બની હતી. પરંતુ સગીરાને ન્યાય ન મળતા તેણે સ્થાનિક મીડિયાની મદદ લીઘી હતી.
એક પણ આરોપીની હજુ નથી થઈ ધરપકડ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે સગીરાના કહેવા પ્રમાણે આ ગુનાના એક પણ આરોપીની હજું ધરપકડ કરવામાં નથી આવી જેને કારણે સગીરાને મીડિયા સામે આવવું પડ્યું. આ મામલે પોલીસે એવું કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે. સાથેજ આરોપીઓને શહેર ન છોડવા માટે આદેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ