બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, a panther picked up a child who was sleeping soundly in his mother's sod.

આભ તૂટ્યું / જૂનાગઢમાં માતાની સોડમાં મીઠી મમતામયી ઊંઘ માણી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો

Mehul

Last Updated: 04:10 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના વંથલીમાં માતાની સોડમાં મીઠી ઊંઘ માણી રહેલા પાંચ વર્ષીય બાળકને દીપડો ઉઠાવી ગયો

  • જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં વધી દીપડાની રંજાડ 
  • જુનાગઢના વંથલી પાસે બાળકનું કર્યું મારણ 
  • મજૂર પરિવારના બાળકને દીપડો ઉઠાવી ગયો 

જૂનાગઢ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ હિંસક પ્રાણીઓનો રંજાડ ઓછો ના થતો હોય તેમ,વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકનું  દીપડાએ મારણ કર્યું છે. વિધિની વક્રતા તો એ રહી કે માતાની સોડમાં મીઠી ઊંઘ માણી રહેલા બાળકને દીપડો ખેંચી ગયો હતો.

દાહોદના પરિવાર પર આભ તૂટ્યું 

વંથલી તાલુકાના વસપડા ગામની આ ઘટનામાં દાહોદથી મજૂરી કામેલા આવેલા દંપતી સાથે આ કરુણ ઘટના બનવા પામી છે. વસપડા ગામમાં  મજૂરી માટે આવેલા પરિવારની આ કરુણાંતિકામાં માતાની સોડમાં મીઠી ઊંઘ માણી રહેલા પાંચ વર્ષીય બાળકને દીપડો ખેંચી ગયો હતો.આ ઘટનાની જાણ થતા મજૂર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી વન વિભાગને પહોચાડાતા,વન વિભાગે દીપડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ચાલુ વર્ષે વન્ય પ્રાણી દ્વારા આ બીજી ઘટના બની છે જેમાં વ્યક્તિનો ભોગ લેવાયો હોય.

હવે સિંહ રસ્તા પર વિહરે છે 

હવે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી સૌરાષ્ટ્રમાં થઇ ગઈ છે ત્યારે, વન્ય પ્રાણીઓનો વિહાર પણ વિસ્તાર્યો છે,ગીર પંથકમાં તો સિહ પરિવાર સડકો પર સવાર-સવારમાં વિહરતા જોવા મળે તે દૃશ્યો સામાન્ય બન્યા છે. આવા સંજોગોમાં જરા પણ લાપરવાહી હિંસાનો શિકાર બનાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ