બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Jamnagar, brother and sister killed their 15 year old younger sister due to superstition

ચકચાર / 15 વર્ષની બહેનને નિર્વસ્ત્ર કરી છરી-લાકડાના ઘા ઝીંકી મારી નાંખી: મોટી બહેને ધૂણતા ધૂણતા કહ્યું હતું, આ અપશુકનિયાળ છે: જામનગરની હચમચાવી મૂકી તેવી ઘટના

Published By: Parth

Last Updated: 08:27 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે ભલે વિજ્ઞાન અને અત્યાધુનિક ટેકનોલોજીની વાતો કરીએ પણ સમાજમાં હજુ પણ પ્રવર્તતી અંધશ્રદ્ધા લોકોના જીવ લઈ રહી છે, જામનગરમાં સગા ભાઈ બહેને નાની બહેનને મારી નાંખી હોવાની ઘટનાથી અરેરાટી.

  • માતાજીના નામે રાક્ષસી પ્રવૃત્તિ 
  • સગા ભાઈ બહેને નાની બહેનને મારી નાંખી 
  • નિર્વસ્ત્ર કરીને છરી તથા લાકડાના ઘા માર્યા

ગુજરાતમાં હાલ નવલા નોરતાની ધૂમ છે અને લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે પરંતુ જામનગરમાં એક કન્યાની તેના જ મોટા ભાઈ અને બહેને મળીને હત્યા કરી નાંખી. હૈયું હચમચાવી મૂકી તેવી આ કરપીણ હત્યાના કેસમાં 15 વર્ષની ફૂલ જેવી બાળકીનો વાંક માત્ર એટલો હતો કે તેના મોટા ભાઈ બહેન તેને અપશુકનિયાળ માનતા હતા. 

માતાજી ક્યારેય નાની બહેનને મારવાનું કહેતા હશે? 
જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓ સામે આવી રહી છે. 

રાક્ષસ બની ગયા બહેન ભાઈ 
રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ એમણે નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. 15 વર્ષની કિશોરી પોતાના જીવ માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું નહીં.  

કિશોરીનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયા બાદ પણ ભાઈ બહેન રોકાયા નહીં અને તેને ઢસડીને બહાર લઈને આવ્યા, દીવાલમાં માથું પછાડ્યું અને અંતે દીકરીનું મૃત્યુ થયું.  

વહેલી સવારે પોલીસને જાણ થતાં દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે અને ખૂંખાર ભાઈ બહેન રાકેશ તથા સવિતા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News જામનગર ન્યૂઝ jamnagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ