બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Isanpur area of Ahmedabad the police rushed to the scene of a commotion at night regarding the molestation of a girl

ઈસનપુર પોલીસ / અમદાવાદમાં ટ્યુશનમાં જતી યુવતીને છંછેડી યુવકે છેડતી કરી, પરિવારે પબ્લિક સાથે મળી જાહેરમાં ધોઈ નાખ્યો, નીકળ્યું સ્કૂલ કનેક્શન

Vishal Khamar

Last Updated: 11:09 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર કાજીમ ગોગારી નામનાં યુવકને ટોળાએ માર માર્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી યુવકને સલામત છોડાવ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ. ઇસનપુર પોલીસે કાજીમ ગોગારી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

  • ઈસનપુર વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર યુવકને માર માર્યો
  • પોલીસે તાત્કાલિક યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ
  • યુવતીની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં કાજીમ ગોગારી નામનાં  યુવક દ્વારા યુવતીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે યુવક અને યુવતી બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. યુવક અને યુવતી વચ્ચેની મિત્રતાની પરિવારને જાણ થતા યુવકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને યુવતી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં પણ યુવતી જ્યારે ટ્યુશનમાં જતી હતી ત્યારે આ યુવક તેનો પીછો કરતો હતો. જોકે આ સમગ્ર વાતની યુવતીએ તેના પરિવારને જણાવી હતી અને યુવતીના પરિવારે યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ઇસનપુરના આવકાર હોલ પાસે યુવક અને યુવતી તેમજ યુવતીના પરિવારજનો વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી જેને કારણે ત્યાં ઉભેલા લોકોએ આ યુવકને નામ પૂછ્યું હતું અને બાદમાં યુવકને માર માર્યો હતો. જોકે બાજુમાં જ પોલીસ ચોકી હોવાને કારણે પોલીસે  સતર્કતા દાખવી આ યુવકને ઇસનપુર પોલીસ મથક પહોંચાડ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

પોલીસ ઘટનાં સ્થળે પહોંચી

પોલીસ દ્વારા યુવક તેમજ યુવતીની પૂછપરછ કરતા બંને એકબીજાથી પરિચિત હતા
પકડાયેલ આરોપી કાજીમ ગોગારી દાણીલીમડાનો રહેવાસી છે.  યુવતીની છેડતી અને બોલાચાલી થયાના સમાચારને કારણે થોડી વાર માટે ઇસનપુર વિસ્તારમાં વાતાવરણ તંગદિલી ભર્યું જોવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેને લઈને આસપાસના વિસ્તારોના પોલીસ અધિકારીઓ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા યુવક અને યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને એકબીજાથી પરિચિત હતા. પરંતુ થોડા દિવસથી બંનેએ એકબીજા સાથે સંબંધો તોડી નાખ્યા હતા. યુવક અને યુવતી જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા જે બાદ યુવતીએ સબંધ તોડી નાખ્યાં હોવા છતાં યુવક તેને પહેલાંના ફોટો બતાવી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. યુવતીના માતા પિતાએ પણ સ્કૂલમાં ફરિયાદ કરતા તેને સ્કૂલમાંથી કાઢી મુક્યો હતો. તેમ છતા આરોપી યુવતીનો પીછો કરીને છેડતી કરતો હતો.

યુવકને પકડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો

યુવતીની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી
હાલ તો ઇસનપુર પોલીસે યુવતીની ફરિયાદને આધારે યુવક કાજીમ ગોગારીની ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે ગઇકાલે રાત્રે મોટી સંખ્યામાં લોકો તેમજ બજરંગ દલ સહિતના કાર્યકરો આવી પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ