બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / in india no expiry dates for bridges and as result we faced many accidents and deaths says union minister nit

નિવેદન / બ્રિજની નથી હોતી એક્સપાયરી ડેટ, જેના કારણે થાય છે અકસ્માત : નિતિન ગડકરી

Dharmishtha

Last Updated: 11:58 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિતિન ગડકરીએ કહ્યું છે કે, ભારતમાં પુલોની એક્સપાયરી ડેટ ન હોવાને કારણે ઘણી દુર્ઘટના અને મોત થાય છે.

  • ભારતમાં પુલોની એક્સપાયરી ડેટ નથી હોતી- ગડકરી
  • દેશમાં વર્ષના લગભગ સાડા ચાર લાખ રોડ અકસ્માત થાય છે
  •  સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના વલણથી ખુશ નથી ગડકરી

ભારતમાં પુલોની એક્સપાયરી ડેટ નથી હોતી- ગડકરી

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના આંકડા અનુસાર ભારતમાં વર્ષના લગભગ સાડા ચાર લાખ રોડ અકસ્માત થાય છે. જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. હવે આને લઈને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચોકાવનારું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું છે કે ભારતમાં પુલોની એક્સપાયરી ડેટ નથી હોતી. આ જ કારણ છે કે ઘણી દુર્ઘટના અને મોત થાય છે.

પુલોની એક્સપાયરી ડેટ નક્કી કરવાનો સમય

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે એક પુસ્તકના વિમોચનના પ્રસંગ પર કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશના પુલોની એક્સપાયરી ડેટ નક્કી કરવાનો નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે હું હંમેશા લોકોને કહેતો રહ્યો છું કે નાણા ઓડિટની જરુર છે. પરંતુ ગુણવત્તા ઓડિટ અને નિર્માણની ગુણવત્તાનું ઓડિટ  પણ તેટલુ જ જરુરી છે.

 સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના વલણથી ખુશ નથી ગડકરી

નિતિન ગડકરીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે તે સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના વલણથી ખુશ નથી. તેમણે કહ્યું કે મારું એક મિશન રોડ નિર્માણમાં સ્ટીલ અને સિમેન્ટના ઉપયોગને ઓછો કરવાનો છે. કેમ કે આ કંપનીઓ સંગઠન કરે છે.

કાર્બન સ્ટીલ અને સ્ટીલ ફાઈબરથી બનશે રસ્તા?

કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ધ્યાન આપ્યું છે કે રસ્તાના નિર્માણમાં કાર્બન સ્ટીલ અને સ્ટીલ ફાયબર જેવી નવી સામગ્રીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ. નિતિન ગડકરીએ કહ્યું કે સ્ટીલ ફાયબરનો ઉપયોગ એક ઈનોવેટિવ નિર્ણય છે. હું સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના વલણથી ખૂશ નથી. મારું એક મિશન રોડ નિર્માણમાં સ્ટીલ અને સિમેન્ટના ઉપયોગને ઓછો કરવાનું છે.

દર વર્ષે થાય છે સાડા ચાર લાખ અકસ્માત

ગત વર્ષ સાંસદના મોનસૂન સત્ર દરમિયાન રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રોડ દુર્ઘટનાઓના આંકડા જારી કર્યા હતા અને જણાવ્યું હતુ કે વર્ષ 2019માં રોડ અકસ્માતમાં કુલ સંખ્યા 4 લાખ 49 હજાર 2 હતા. આની પહેલા વર્ષ 2018માં આ આંકડા 4,67, 044 અને વર્ષ 2017માં 4, 64, 910 હતા. મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો તરફથી આપવામાં આવેલા આંકડાના આધાર પર આ ડેટા તૈયાર કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari accident bridges અકસ્માત નિતિન ગડકરી રોડ Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ