બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:04 AM, 16 May 2023
ADVERTISEMENT
સુધા મૂર્તિ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મુર્તિની પત્ની છે. તે ફેમસ લેખિકા અને પરોપકારી પણ છે. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક તેમના જમાઈ છે. સુધાની દિકરી અક્ષતા સાથે સુનકે લગ્ન કર્યા છે. આટલું બધુ થયા બાદ પણ તે ખૂબ જ સાદગીથી રહે છે. તેમની આ સાદગી ઘણા લોકોને ચોંકાવી દે છે.
ADVERTISEMENT
વિઝા ફોર્મ પર લખ્યું હતું બ્રિટનના પ્રધાનમંત્રીનું આવાસનું સરનામું
કંઈક આવું જ થયું જ્યારે તે થોડા દિવસો પહેલા દિકરી અને જમાઈને મળવા બ્રિટન ગઈ હતી. એરપોર્ટ પર અધિકારીઓ એ માનવા તૈયાર ન હતા કે લંડનમાં તેમનું એડ્રેસ 10 ડાઉનિંગ સ્ટ્રીટ છે.
આ બ્રિટનના પ્રધાનમંત્રીનું ઓફિશ્યલ આવાસ છે. સુધા મૂર્તિએ વીઝા ફોર્મમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં "ધ કપિલ શર્મા શો" વખતે પદ્મ પુરસ્કાર વિજેતાએ આ કિસ્સો સંભળાવ્યો હતો.
7 ડિસેમ્બરે સુનક બન્યા હતા બ્રિટનના પ્રધાનમંત્રી
ઋષિ સુનક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા. સુધા મૂર્તિની દિકરી અક્ષતા સુનકની પત્ની છે. જોકે સુધા પર તેમનો કોઈ ફર્ક ન હતો પડ્યો.
સાદગીને તે પોતાનું સૌથી મોટુ આભુષણ માને છે. તેમની આ સાદગીના કારણે લોકો ચૌંકી જાય છે. તેની સાથે જોડાયેલો એક કિસ્સો તેમણે હાલમાં જ એક ટીવી શો વખતે શેર કર્યો.
દિકરીને મળવા ગયા હતા બ્રિટન
સુધાએ જણાવ્યું કે તે પોતાની દિકરીને મળવા બ્રિટન ગઈ હતી. એપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસરે તેમની પાસે રેસીડેન્શિયલ એડ્રેસ વિશે પુછ્યુ. તેમને પુછવામાં આવ્યું કે લંડનમાં તે ક્યાં રહી રહ્યા છે.
સુધાના મોટા બહેન પણ તેમની સાથે હતા. બન્નેને લાગ્યું કે તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ લખવું જોઈએ. સુધાનો દિકરો પણ બ્રિટનમાં રહે છે. પરંતુ તેમને દિકરાનું આખુ એડ્રેસ ખબર ન હતી. એટલે તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટ લખી નાખ્યું.
અધિકારીને ન હતો થઈ રહ્યો વિશ્વાસ
ફોર્મમાં બ્રિટનના પ્રધાનમંત્રીના ઓફિશ્યલ આવાસનું એડ્રેસ જોઈને એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસરે તેમને થોડી વાર સુધી તેમની સામે જોયું. પછી કહ્યું- "શું તમે મજાક કરી રહ્યા છો!" તેના જવાબમાં સુધાએ કહ્યું, "ના સાચુ બોલી રહી છું."
ઈમિગ્રેશન ઓફિસર સંપૂર્ણ રીતે ચોંકી ઉઠ્યા હતા તેમના હોંશ ઉડી ગયા હતા. તેમને વિશ્વાસ ન હતો થઈ રહ્યો કે સામે સાદી સાડીમાં ઉભેલી મહિલા કોઈ બીજુ નહીં પરંતુ તેમના દેશને ચલાવનાર પીએમના સાસું છે.
હાલમાં જ સુધા મૂર્તિને મળ્યો છે પદ્મ ભુષણ
હાલમાં જ સુધા મૂર્તિને પદ્મ ભુષણ સન્માનથી નવાઝવામાં આવ્યા હતા. તે દેશનું ત્રીજુ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. સાહિત્ય અને સામાજીક કાર્ય માટે તેમને અમને પુરસ્કાર આપવામાં આવી ચુક્યા છે. તે ઘણા ફાઉન્ડેશન સ્થાપિત કરી ચુકી છે. તેમના દ્વારા ગરીબ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષા ઉલબ્ધ કરાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.