બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / In direct recruitment, the number three candidate instead of the first, the job, the High Court said - play die, play ludo, select number three
ADVERTISEMENT
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલી જગ્યા ઉપર વર્ષ લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં પસંદગી સમિતિએ પ્રથમ નંબર પર સુરતના એક ઉમેદવારની પસંદગી કરી હતી. આ બાદ ત્રણ નામની યાદી એક યાદી મહાપાલિકાની સમગ્ર સભામાં મોકલવામાં આવી હતી જેમાં પહેલા ક્રમાંકના ઉમેદવારની પસંદગી કરવાને બદલે ત્રીજા નંબરના ઉમેદવારની પસંદગી કરી નાખવામાં આવી હતી. આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો .ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણીમાં કોર્પોરેશનની ભારે ઝાટકણી કાઢી હતી.
ચાર વર્ષ પહેલા લેવાઈ હતી પરીક્ષા
ADVERTISEMENT
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યપાલક ઈજનેરની ખાલી પડેલી જગ્યા અંગે 2018ના મે મહિનામાં ભરતી પ્રક્રિયા કરી હતી. લેખિત પરીક્ષા બાદ ત્રણ મહિના પછી પર્સનલ ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા. આ જગ્યા પર સુરતના ઉમેદવાર જતીન કળથીયાને લેખિતમાં ઊંચા માર્ક્સ હતા.જ્યારે વ્યક્તિગત ઈન્ટરવ્યુંમા પણ ઊંચા ગુણાંક હતા. જ્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઈજનેર ધાર્મિક દવેને લેખિત અને પર્સનલ ઈન્ટરવ્યુમાં સુરતના ઉમેદવાર કરતા ઓછા માર્કસ મળ્યા હતા.
પહેલાને બદલે ત્રીજા નબરનાંને નિમણૂંક
કાર્યપાલક ઈજનેર ની આખરી પસંદગી માટે કોર્પોરેશનની પસંદગી સમિતિએ ત્રણ ઉમેદવારના નામની યાદી રજૂ કરી જેમાં પ્રથમ ક્રમાંકનાં સુરતના ઉમેદવારના બદલે કોર્પોરેશનમાં ફરજ બજાવતા ધાર્મિક દવેને નિમણૂક માટે લીલીઝંડી આપી હતી
ADVERTISEMENT
સુરતના જતીન કળથીયાને નિમણૂક નાં અપાતા મામલો ગુજરાત હાઈકોર્ટ પહોચ્યો હતો. ફરિયાદીના વકીલે નિમણૂકની આખરી સત્તા કોર્પોરેશનની સમગ્ર સભાનાં હસ્તક નાં હોવાની દલીલ કરી હતી.બાને પક્ષની દલીલ બાદ હાઈકોર્ટે નોંધ્યું કે પસંદગી કરતાં સમયે ત્રીજા નંબરની વ્યક્તિની પસંદગી કરી લેવી હતી અને મન ફાવે તેને એપોઈન્ટ કરી લેવાના હોય તો પછી યોગ્યતા ક્રમાંકનો મતલબ જ શો ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.