બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / In Chaitri Navratri, the luck of the two zodiac signs will open, all the wishes will be fulfilled
Dinesh
Last Updated: 08:36 PM, 11 April 2024
આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજુ નોરતુ છે. આ નોરતા 17 તારીખ સુધી ચાલશે. આ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમાં છે. એવામાં આ ચૈત્રી નવરાત્રિ બે રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તેવુ જ્યોતિષ દ્વારા કહેવાઈ રહ્યુ છે. ત્યારે જ્યોતિષ મુજબ એ કઈ બે રાશિ છે જેના માટે આ નવરાત્રિ ફળદાયી સાબિત થશે ? આ બે રાશિના જાતકોને કેવો ફાયદો થશે તે જણાવીએ
ADVERTISEMENT
વૃષભ
જ્યોતિષ મુજબ વૃષભ રાશિના જાતકોના સ્વામી શુક્ર દેવ છે અને આરાધ્ય તરીકે દુર્ગા માતા છે માટે આ રાશિના લોકો પર ચૈત્રી નવરાત્રિએ વિશેષ કુપા રહેશે. આ ચૈત્રી નવરાત્રિમાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ આવશે. જ્યોતિષો મુજબ આ દરમિયાન સંકટો દૂર થશે, ભાગ્ય ખુલી જશે. વૃષભ રાશિના લોકોએ માતા દુર્ગાને પ્રસન્ન કરવા તેમની પૂજા પાઠ કરવા જોઈએ.
ADVERTISEMENT
વાંચવા જેવું: ઘરમાં આ વસ્તુઓ રાખવાથી નહીં આવે આર્થિક તંગી, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો
તુલા
તુલા રાશિના જાતકોના સ્વામી પણ શુક્ર દેવ અને આરાધ્ય દુર્ગા માતા છે. માટે વૃષભની માફક તુલા રાશિના જાતકો પર પણ ચૈત્રી નવરાત્રિમાં વિશેષ કૃપા રહેશે. અત્યારે સુર્ય મેષ રાશીમાં છે, શુક્ર અત્યારે તુલા રાશિ માટે જીવનસાથીના ભાવ સાથે બીરાજમાન છે. જેથી જ્યોતિષ મુજબ આ નવરાત્રિ દરમિયાન તુલા રાશિના લોકોને ફાયદાઓ થઈ શકે છે. તેમના સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. તેમના દાંપત્ય જીવનમાં ખુશી આવશે. આ માટે તુલા રાશિના લોકોએ દુર્ગા માતાની નવરાત્રિ દરમિયાન પૂજા અર્ચના કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રિના પાંચમાં નોરતે એટલે કે 13મી એપ્રિલે સુર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.જેનાથી પણ અનેક રાશિ પર તેની અસર થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.