બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Aravalli district, farmers suffered greatly due to falling prices of Raida

મુશ્કેલી / ગુજરાતનાં ખેડૂતોને નવી મુસીબત: સિઝનમાં જ ગગડ્યો રાયડાનો ભાવ, ભેજના કારણે રિજેક્ટ થઈ રહ્યો છે પાક

Vishal Khamar

Last Updated: 03:46 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લમાં રાયડાનો પાક તૈયાર થતા ખેડૂતો મોડાસા માર્કેટ યાર્ડ ખાતે રાયડો વેચવા આવી રહયા છે પરંતુ બજારમાં રાયડાના પાકનો ભાવ ગાંગડી જતા ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200 થી 500 રૂપિયા સુધી નુકશાન જઈ રહ્યું છે જેના પગલે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ 10 હજાર થી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઇ જતા હાલ ખેડૂતો પાક લઇ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે. જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરી આવક થઇ રહી છે. પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550 થી 800 સુધીના ભાવ મળી રહયા છે. જેથી ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200 થી 500 રૂપિયાનું નુકશાન જઈ રહ્યું છે.   ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ 1100 રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઇ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

ગઈ સાલ કરતા પણ 200 થી 300 રૂપિયાનું ખેડૂતોને નુકશાન થયું છેઃ મુકેશ પટેલ (ખેડૂત)  
આ બાબતે ખેડૂતે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણનાં કારણે રાયડાનું ઉત્પાદન ઓછું થયું છે. અને ભાવ પણ ઓછા મળે છે. ગઈ સાલ કરતા પણ 200 થી 300 રૂપિયાનું ખેડૂતોને નુકશાન થયું છે.  ત્યારે ભેજનું પ્રમાણ, સરકાર દ્વારા ભાવ બાંધેલા હોય, વેચાણ  માટે જઈએ ત્યારે કહે કે ભેજ છે.  તેવું કહે છે. એટલે ખેડૂત ત્યાં જવા માંગતો નથી. સુકાઈ જાય પછી વેચવા જાય એ વખતે બંધ થઈ ગયું હોય.  તેમજ બિયારણ, ખાતર, દવાઓમાં ભાવ વધારો. અત્યારે એટલી બધી જીવાત પડી છે. 

વધુ વાંચોઃ તરભ વાળીનાથ ધામ: ઋષિકેશ અને નેપાળથી લાવવામાં આવેલ દોઢ લાખ રુદ્રાક્ષથી બનાવાયું શિવલિંગ, ભક્તો ભાવવિભોર

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ભાવ નીચા પડી રહ્યા છેઃ અલ્પેશ પટેલ (વેપારી)
આ બાબતે વેપારી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, મોડાસા માર્કેટયાર્ડમાં રાયડાની આવક સારી એવી છે. પાક પણ સારો એવો છે. પણ વાતાવરણનાં કારણે માલમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાનાં કારણે ભાવ થોડા નીચા પડી રહ્યા છે. લગભગ 600 થી લઈ 900 સુધીનાં ભાવ પડી રહ્યા છે. સરકારની ખરીદી છે પણ ભેજ વાળો માલ તેઓ લે કે ન લે તે રીતે ખેડૂતો અહીંયા વેચી જાય છે. જો ભેજ વાળો માલ પણ સરકારી ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો મળી રહે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ