બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Aravalli, a woman biker was killed by a tire of a truck, then a triple accident in Sabarkantha

અકસ્માત / અરવલ્લીમાં બાઈકસવાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા કમકમાટી ભર્યું મોત, તો સાબરકાંઠામાં ત્રિપલ અકસ્માત

Vishal Khamar

Last Updated: 08:25 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લામાં અકસ્માતનાં બે બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રિપલ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા અનેકવાર સર્જાતા અકસ્માત મામલે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સોશિયલ મીડિયા પર હૈયા વરાળ ઠાલવી હતી.

  • ધનસુરા પોલીસ સ્ટેશન નજીક અકસ્માતમાં મહિલાનું મોત
  • ઇડર હિંમતનગર હાઈવે રોડ પર ત્રીપલ અકસ્માત
  • વધતા જતા અકસ્માતને લઈ પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો

અરવલ્લી જીલ્લાનાં ધનસુરા પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. બાઈક સવાર મહિલા ટ્રકનાં ટાયરમાં આવી જતા મોત નિપજ્યું હતું. ધામનિયાનાં રહેવાસી જયાબેન સોલંકીનું મોત નિપજ્યું હતું. આ મામલે ધનસુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

નાની મોટી ઇજાઓ તથા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા

સાબરકાંઠા જીલ્લાનાં ઈડર-હિંમતનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઈડર હાઈવે પર કૃષ્ણનગર પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. એક સાથે ત્રણ ટ્રક સામ સામે અથ઼ડાતા અકસ્માત થયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળતા તમામનો બચાવ થયો હતો. નાની મોટી ઈજાઓ તથા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતનાં કારણે હાઈવે પર ટ્રાફિકનાં દ્રશ્યો સર્જાયા હતા.

આવેદનપત્ર આપવા છતા કામગીરી ન થતા આંદોલનની ચીમકી 

વાંસદ-બગોદરા હાઈવે પર વધતા અકસ્માતને લઈને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. સોશિયલ મીડિયા પર પૂર્વ ધારાસભ્ય દ્વારા રોષ ઠાલવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આવેદનપત્ર આપવા છતાં કામગીરી ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી યોગ્ય નિકાલ કરવાની માંગ ઉચ્ચારી છે. આસપાસનાં ગામડામાં નાળુ ન મળતા લોકો રોંગ સાઈડનો સહારો લે છે. ત્યારે અગાઉ ત્રિપલ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

રાજેન્દ્રસિંહ પરમાર (પૂર્વ ધારાસભ્ય, બોરસદ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ