બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship / In any Relationship every guy hates these habits of irritating girlfriend

રિલેશનશીપ / ગર્લફેન્ડના આવા નેચરથી છોકરાઓ થઇ જાય છે દુ:ખી

Published By: Krupa

Last Updated: 04:45 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલેશનશીપમાં દરેક લોકો ઇચ્છે છે એના પાર્ટનર એમની ઇજ્જત કરે અને એની વાતોને પ્રાથમિકતા આપે. કેટલીક હદ સુધી પાર્ટનર્સ એક બીજાનું કહેલું માને પણ છે.

કેટલીક વખત તો છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડની કેટલીક વાતો ના માનવા છતાં પણ માની લે છે કારણ કે છોકરીઓ કંઇક વધારે સેન્સિટિવ હોય છે. તો છોકરાઓને થોડું વધારે પેમ્પર કરીને રાખવી પડે છે. 

પઝેસિવ નેચર
દરેક લોકો ઇચ્છે છે કે એમની પાર્ટનર એના માટે પઝેસિવ હોય, પરંતુ છોકરાઓને પોતાની પાર્ટનરનું વધારે પઝેસિવ થવાનું જ પરેશાન કરવા લાગે છે. વાસ્તવમાં છોકરાઓને આઝાદી પસંદ હોય છે. પઝેશિવ ગર્લફ્રેન્ડને પાર્ટનરના મિત્રો અને ફીમેલ દોસ્તની સાથે પાર્ટી કરવા જવાનું બિલકુલ પસંદ થતું નથી અને જ્યારે તે આ વાતને લઇને દખલગીરી કરવા લાગે છે તો આ પણ પાર્ટનર માટે પરેશાની બની જાય છે. એને સમજાતું નથી મિત્રો અને ગર્લફ્રેન્ડની વચ્ચે કેવી રીતે હેન્ડલ કરે. એટલા માટે તમે પણ જો આવું કરો છો તો આજથી રોક ટોક કરવાનું ઓછું કરો અને એમને થોડા ફ્રી છોડો. 

વાત વાત પર ઇમોશનલ બ્લેકમેલ
કેટલીક છોકરીઓને વાત વાત પર પોતાના પાર્ટનરને ઇમોશનલ બ્લેકમેલ કરે છે. એને કંઇ પણ કરીને બસ પોતાવી વાત મનાવાની આદત હોય છે. શરૂઆતમાં તો છોકરાઓ એમની વાત માની લે છે, પરંતુ એક સમય બાદ એને આ મુસીબત લાગવા લાગે છે. 

ડોમિનેટિંગ ગર્લફ્રેન્ડ
કેટલીક છોકરીઓ એવી હોય છે, જે પોતાના પાર્ટનરને પોતાના ઇશારા પર રાખે છે. એ ઇચ્છે છે કે એમના પાર્ટનરની લાઇફમાં એમની મંજૂરી વગર કંઇ પણ કરે નહીં. એમના પાર્ટનર દરેક કામ એમના મનમુતાબિક કરે. રિલેશનશીપની શરૂઆતમાં ભલે તમારા પાર્ટનર તમારું કહેવાનું માનશે, પરંતુ એક સમય આવવા પર આ પરેશાન કરવા લાગશે. 

શંકાશિલ ગર્લફ્રેન્ડ
કેટલીક છોકરીઓ શંકા કરે એવી સ્વભાવની હોય છે. છોકરાઓને એમની પાર્ટનરનો શકીલો સ્વભાવ જરાય પણ સહન થતો નથી. શક કરવો કોઇ ખરાબ વાત નથી, પરંતુ કેટલીક પાર્ટનર પોતાના પાર્ટનરની ક્ષણેક્ષણની માહિતી રાખે છે. એના માટે એને વારંવાર કોલ કરે છે. એના સોશિયલ મીડિયા પર નજર રાખે છે અને દરેક વાતને લઇને સ્પષ્ટતા માંગે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

girlfriend lifestyle relationship ગર્લફ્રેન્ડ રિલેશનશીપ Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ