બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, the murder incident was carried out in such a way as to match the film story

ઘટસ્ફોટ / પહેલા ગાડીમાં બેસાડી, પછી હત્યા કરી મૃતદેહ સળગાવ્યો અને ખોટું નાટક રચ્યું...: ગુજરાતનો સૌથી ચોંકાવનારો કેસ, ભુવાજી સહિત 8ની ધરપકડ

Malay

Last Updated: 01:44 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર, પોલીસે સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ સહિત 8ની કરી ધરપકડ

 

  • દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરી હત્યા
  • પાલડીની યુવતીની સાયલામાં હત્યા 
  • દુષ્કર્મ-હત્યા કેસમાં 8 આરોપીની ધરપકડ

દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. 

ધારા કડીવાલ નામની યુવતી થઈ હતી ગુમ
સમગ્ર ઘટના વિશે ઝોન-7ના DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. 

છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી તપાસ
તેમણે જણાવ્યું કે, ધારાને શોધી કાઢવા માટે DCP લેવલે ઝોન 7ની LCB, સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી. જેના આધારે આ બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. 

સુરજ ભુવાજીએ કરી હતી અરજી
તેમણે જણાવ્યું કે, ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. 

પાલડી પોલીસને મળી સફળતા 
જેના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ એવું નિવેદન આપીને જાણવાજોગ અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી. ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી. છેલ્લે અમારી ટીમને સફળતા મળી.

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો 
અમારી તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા, ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું. જેમાં મીતની માતા, મીતના ભાઈએ પણ સાથે આપ્યો હતો. 

એક મહિલા સહિત 8ની ધરપકડ
અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ કેસમાં પોલીસે સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા, મીતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. 

કોની-કોની કરાઈ ધરપકડ
- ગુંજન જોશી 
- સુરજ સોલંકી 
- મુકેશ સોલંકી 
- યુવરાજ સોલંકી 
- સંજય સોહલિયા 
- જુગલ શાહ 
- મીત શાહ
- મોના શાહ
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ