બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / In a big blow to Pakistan's former Prime Minister Imran Khan

BREAKING / પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો, ચૂંટણી પંચે રદ કર્યું સંસદનું સભ્યપદ

Malay

Last Updated: 03:31 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ્દ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પર ખોટો જવાબ દાખલ કરવાનો આરોપ લાગ્યો હતો.

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો 
  • ચૂંટણી પંચે કરી આકરી કાર્યવાહી
  • ચૂંટણી પંચે ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ્દ કરી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ્દ કરી દીધી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હવે ચૂંટણી લડી શકશે નહીં.તોશખાના મામલે મળેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન પર ખોટો જવાબ દાખલ કરવાનો આરોપ લાગ્યો હતો. 

ચૂંટણી પંચની ઓફિસની વધારી દેવાઈ સુરક્ષા
પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાની અધ્યક્ષતાવાળી 4 સભ્યોની બેંચે આ નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાદ ચૂંટણી પંચની ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અરજી દાખલ કરી લગાવ્યો હતો આ આરોપ  
પાકિસ્તાનમાં સત્તાધારી ગઠબંધનના સાંસદોએ ચૂંટણી પંચમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાને તોશખાનામાં જમાં ગિફ્ટ્સને સસ્તામાં ખરીદી હતી અને તેને ઊંચા ભાવે વેચી દીધી હતી. આ મામલે ચૂંટણી પંચે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આરબ દેશોની મુલાકાત દરમિયાન  મળી હતી મોંઘી ભેટો
ઈમરાન ખાન 2018માં પીએમ બન્યા હતા. તેમને આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો દ્વારા મોંઘી ભેટો મળી હતી. ઈમરાન ખાને તેને તોશખાનામાં જમા કરાવી દીધી હતી. પરંતુ બાદમાં ઈમરાન ખાને તેને તોશખાનામાંથી સસ્તા ભાવે ખરીદી હતી અને તેને ઊંચા ભાવે વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયાને તેમની સરકાર દ્વારા કાયદાકીય પરવાનગી આપવામાં આવી હતી.

આ ગિફ્ટ્સને રૂ. 2.15 કરોડમાં ખરીદી હતી
પૂર્વ વડાપ્રધાને સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને કહ્યું હતું કે, રાજ્ય તિજોરીમાંથી તેમણે આ ગિફ્ટ્સને રૂ. 2.15 કરોડમાં ખરીદી હતી અને આ ગિફ્ટ્સ વેચીને તેમને 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ગિફ્ટ્સમાં એક Graff ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. આરોપ છે કે, ઈમરાન ખાને ઈન્કમ ટેક્સ રિટર્નમાં આ ગિફ્ટ્સનું વેચાણ નથી દર્શાવ્યું. વિપક્ષી સાંસદોએ અરજી દાખલ કરી ઇમરાન ખાનની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ