ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / important-things-to-know-before-buying-sim-card

NULL / SIM ખરીદતા પહેલા હંમેશા ધ્યાનમાં રાખો આ 4 વાતો

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોબાઇલ માણસની જીવન જરૂરિયાતનો ભાગ બની ગયો છે. કેટલાક લોકો પોતાની પાસે 2-3 ફોન પણ રાખે છે. બાળકો પણ મોટા થવા પર ફોનની ડિમાન્ડ કરવા લાગે છે. આજ કારણ છે કે ભારતમાં એક વર્ષમાં ફોનના વેચાણના આંકડા ઝડપથી વધી રહ્યા છે. ફોન સીમ વગર કોઇ જ કામનો નથી. રિલાયન્સ જિયોએ એક વર્ષથી પણ છા સમયમાં 10 કરોડથી વધારે યૂઝર્સ બનાવી દીધા છે. એવામાં અમે તમને નવા સિમ ખરીદવાને લઇને કેટલીક વાતો કહીશું જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએ. સિમ ખરીદવું આમ તો સામાન્ય કામ છે પરંતુ જો કોઇ ભૂલ થાય તો તમારા માટે મુશ્કેલી બની શકે છે.

એવું સિમ ક્યારેય ન ખરીદો જેનું પેકેટ પહેલા જ ખુલ્લું હોય. જો પેકેટ ખુલ્લું હોય તો આ સિમ પહેલાથી જ પ્રી-એક્ટિવેટ છે અથવા તો કોઇ બીજાના નામ પર પણ હોઇ શકે છે. એટલે સિમ ખરીદતા પહેલા હંમેશા જોઇ લેવું કે સીમ સિલ્ડ પેક છે કે નહી.

નવું સિમ ખરીદ્યા પછી ટેલિ વેરિફિકેશનની પ્રક્રિયા જરૂરથી પૂરી કરો. જે પણ કંપનીનું સિમ છે તેના કસ્ટમર કેર પર પહેલો કૉલ કરી. જો કોઇ વેન્ડર તમને વેરિફિકેશન માટે ના પાડે ત્યારે પણ સિમ પહેલાથી એક્ટિવેટ હોઇ શકે છે અને સાથે જ કોઇ પણ પ્રકારની છેતરપિંડી થઇ શકે છે.

સિમને હંમેશા કોઇ પણ કંપનીના ઑથરાઇઝ્ડ સ્ટોર પરથી ખરીદો. અહીંયાથી મળતા સિમ સિલ્ડ પેક હોય છે અને સાથે જ કસ્ટમરની KYC પ્રોસેસ સાથે એક્ટિવેટ કરવામાં આવે છે.

જો કોઇ વેન્ડર સિમ માટે જ્યારે પણ ડોક્યુમેન્ટ માંગે ત્યારે તેના પર પેનથી સહી કરી ફોર્મ પર લગાવેલા ફોટો પર પણ સાઇન કરી લો. સાથે જ તેના પર તારીખ લખી દો જેથી તમારા ડોક્યુમેન્ટ બીજી જગ્યાને ખોટી રીતે ઉપયોગમાં લઇ ના શકે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ