Important news regarding recruitment in police department
SHORT & SIMPLE /
યુવાઓ તૈયારી ચાલુ રાખજો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસ ખાતામાં ભરતીને લઈને મોટી જાહેરાત, જાણો વિગત
Team VTV01:35 PM, 21 Mar 23
| Updated: 03:40 PM, 21 Mar 23
પોલીસ ખાતામાં આ વર્ષે ગૃહ વિભાગ દ્વારા નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ ખાતામા ભરતી મામલે મહત્વના સમાચાર
આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરાશે
વિધાનસભામા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
ઉનાળા પછી લેવાશે પ્રેક્ટિલ પરીક્ષા
આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
યુવાનો માટે મોટા સમાચાર
ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.