બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Important decision by the organizer of Vadodara Lakshmi Vilas Palace Heritage Garba

VTV Impact / 'સમાજની ચિંતા એ જ મેનેજમેન્ટની ચિંતા', અંતે LVP હેરિટેજના ગરબામાંથી શિહાબ પઠાણની એજન્સીને દૂર કરાઇ

Malay

Last Updated: 02:58 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને કરી બરખાસ્ત, આયોજકે કહ્યું કે સનાતન સંસ્કૃતિનું જતન કરવું અમારી ફરજ છે

  • વડોદરામાં VTV ન્યૂઝના અહેવાલની ઇમપેક્ટ
  • ગરબાના આયોજકે બોયઝોન એજન્સીને હટાવી 
  • હિન્દુ એજન્સીને આ કામ સોંપ્યું: આયોજક 

Vadodara News: વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે વિવાદ વકરતા બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ગરબાના આયોજનમાંથી હટાવી દીધી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને સંત જ્યોર્તિનાથ મહારાજના વિરોધ બાદ શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ કંપનીને આયોજનમાંથી હટાવી દીધી છે. વિવાદ વકરતા વર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને કંપનીને હટાવ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે આ મામલે VTV ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયો હતો.

મીડિયાના માધ્યમથી અમને જણાવા મળ્યુંઃ આયોજક
LVP (લક્ષ્મી વિલાસ પેલેસ) હરિટેજ ગરબાના આયોજક દર્શિલ બ્રહ્મભટ્ટે આ મામલે જણાવ્યું કે, આ મામલો અમને મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવ્યો હતો. જે બાદ અમે આ મામલે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી હતી. જે સમાજની ચિંતા છે એ જ મેનેજમેન્ટની ચિંતા છે. 

'અમે કંપનીને કરી છે બરખાસ્ત'
તેઓએ જણાવ્યું કે, વડોદરામાં જ્યારે આટલા મોટાપાયે ગરબાનું આયોજન થઈ રહ્યું હોય, ભારતભરમાંથી જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીંયા ગરબા જોવા આવતા હોય ત્યારે માતાજીના ગરબા નિર્વિઘ્ન સંપન્ન થાય, કોઈ અનિચ્છનિય ઘટના ન બને એના માટે મેનેજમેન્ટે બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને બરખાસ્ત કરી છે અને એક હિન્દુ એજન્સીને આ કામ સોંપ્યું છે.  હિન્દુ ધર્મની આસ્થાનો આ તહેવાર છે, તેથી તેનું માન-સન્માન જળવાવું જોઈએ અને સમાજના કોઈપણ અંગ દ્વારા આ સંસ્કૃતિને નુકસાન થતું હોય તો તે વખોડવાને લાયક જ છે. 

શું છે સમગ્ર વિવાદ?
વડોદરાનાં પ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાનારા હેરિટેજ ગરબામાં શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ અપાતા વિવાદ ઉભો થયો હતો. આ મામલે જ્યોર્તિનાથ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગરબામાં મુસ્લિમને કામ કેમ આપવામાં આવે છે? ત્યારે આ સમગ્ર મામલે કલેક્ટને રજૂઆત કરવામાં આવશે. 

નવરાત્રી એ પૈસા કમાવવાનું સાધન નથીઃ વિષ્ણુ પ્રજાપતિ
તો બીજી તરફ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદનાં મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું કે, નવરાત્રીએ પૈસા કમાવવાનું સાધન નથી. માતાજીની આરાધના અને અનુષ્ઠાનનું પર્વ છે.  તેની પવિત્રતા જળવાવી જોઈએ. તેમજ નવરાત્રી પરિક્રમાનું પર્વ, માતાજીનું સ્થાન મધ્યમાં હોવું જોઈએ. કેટલાક લોકો પર્વનું વ્યવસાયીકરણ કરી વિધર્મીઓને એન્ટ્રી આપે છે.  વિધર્મીઓ વિવિધ રીતે ગરબાઓમાં પ્રવેશ કરે છે. તેમજ બાઉન્સરનાં રૂપમાં, ફરસખાનના રૂપમાં પ્રવેશે છે. આ સનાતન ધર્મ પર પ્રહાર છે. અમે નહીં સાંખી લઈએ અને કાનુની કાર્યવાહી કરીશું. કલા નગરીના સંસ્કાર સુરક્ષા જળવાય તેવી તંત્ર વ્યવસ્થા કરે છે.  આ મામલે વિવાદ વકરતા હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે શિહાબ પઠાણની બોયઝોન ઇવેન્ટ કંપનીને હટાવી દીધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ