બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / IMF states india's economic growth is weaker than predicted

અર્થતંત્ર / એક વર્ષ પહેલાંથી જ અર્થતંત્ર ડગમગી ગયું હતું અને હવે IMFનું ચિંતાજનક નિવેદન, જોઈ લો સાબિતી

Published By: Shalin

Last Updated: 04:10 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૨૦૧૯ના પહેલા ક્વાટરમાં જીડીપી ગ્રોથ રેટ ૫%ના તળિયે પહોચતા ૨૦૧૯માં અર્થતંત્રની ખરાબ હાલત થઇ ગઈ હોવાની ચર્ચા ઉપડી છે. પરંતુ ભારતના GDP ગ્રોથ રેટના ૨૦૧૨થી લઈને ૨૦૧૯ સુધીના આંકડાઓનો આ ગ્રાફ જોતા જણાય છે અર્થતંત્રમાં ૨૦૧૮થી જ માંદગીની શરૂઆત થઇ ચુકી હતી. કમનસીબે સરકારે આ વાતને ગંભીરતાથી ના લીધી અને હવે ૨૦૨૦ના ભવિષ્યના આંકડા પણ નિરાશાજનક આવવાની સંભાવના IMFએ વ્યક્ત કરી છે.

સોર્સ : data.gov.in

ઉપરનો ગ્રાફ જોતા જણાય છે કે GDPના આંકડા ૨૦૧૮ના પહેલા ક્વાટરથી સતત ઘટી રહ્યા છે.  

આતરરાષ્ટ્રીય મોનીટરી ફંડએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રના વિકાસના આંકડા કોર્પોરેટ અને પર્યાવરણ સંબંધી રેગ્યુલેટરી ઓથોરિટીઝની પોલીસીઓની અનિશ્ચિતતાને અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓની નબળી હાલતને કારણે અપેક્ષા કરતા પણ વધુ ગબડવાની શક્યતા છે.

IMFના સ્પોક્સપર્સન ગેરી રાઈસએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ ફરીથી આંકડા કઢાવી રહ્યા છે પરંતુ અત્યારનાં આંકડા મુજબ અર્થતંત્ર વધુ ઘેરી મંદીના માર્ગે જઈ રહ્યું છે. 
અર્થતંત્રનો વિકાસદર એપ્રિલ થી જુન ૨૦૧૯માં સાત વર્ષના તળિયે ૫% પર બેસી ગયો છે જે એપ્રિલ થી જુન ૨૦૧૮માં ૮% હતો.

IMFએ જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૯/૨૦૨૦માં ભારતના બજારમાં માંગનાં ઘટાડાનાં પગલે અર્થતંત્રનો અનુમાનિત વૃદ્ધિદર ૭.૩% થી ઘટીને ૭% ગણાઈ રહ્યો છે. ૨૦૨૦/૨૦૨૧નો અંદાજીત દર પણ ૭.૫% થી ઘટીને ૭.૨% પર લાવી દેવાયો છે. 

આ ઘટાડો મેંન્યુંફેક્ચરીંગ અને કૃષિ ક્ષેત્રે મંદીનાં કારણે નોંધાયો છે તેવું આંકડાકીય મંત્રાલયનું કહેવું છે.

૨૦૧૨ એપ્રિલ થી જુનમાં આ વૃદ્ધિદર ૪.૯% પહોચી ગયો હતો. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોને માનવું છે કે ગ્રાહકની માંગ અને પ્રાઈવેટ ઇન્વેસ્ટમેંટ વૈશ્વિક ટ્રેડ વોર અને વ્યાપારીઓની નિરાશાના પગલે નબળી પડી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Economy GDP IMF અર્થતંત્ર મેન્યુફેક્ચરિંગ Economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ