બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
બાયો ટેરરિઝમ એટલે કે જીવાણુઓના આતંક સાથે લડવાની સાથે પર્યાવરણની દેખરેખમાં પણ તેનાથી મદદ મળે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે જીવાણું સંક્રમણ દુનિયાભરમાં અસ્વસ્થતા અને મૃત્યુનું એક સામાન્ય કારણ છે. ઘણી બધી એન્ટિબાયોટિક દવાઓના વિકાસ છતાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનની જાણ મેળવવા અને તેના પરિણામના પડકારો આજે પણ છે, કેમ કે વર્તમાનમાં બેક્ટેરિયા (Bacteria) ની ઓળખ માટે જે ટેક્નિક ઉપલબ્ધ છે તે ઘણો સમય લે છે. આઇઆઇટી ગુવાહાટીના સંશોધકોએ કહ્યું કે ઓર્ગેનિક ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર આધારિત બેક્ટેરિયલ ડાયગ્નોસ્ટિક ડિવાઇસમાં એવી ક્ષણતા છે, જે બેક્ટેરિયાની જાણ મેળવવાની સાથે સાથે તેના સકારાત્મક અને નકારાત્મક પ્રકારોની વચ્ચે સરળતાથી અંતર કરી શકે છે.
વર્તમાનમાં શરીરના કેટલાક ભાગમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનની જાણ માટે દર્દીના શરીરમાંથી કોશિકાઓના એક નાનકડા ટુકડાને કાઢીને પ્રયોગશાળામાં તેનું માઇક્રોબાયોલોજિકલ પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી વાર ઘણો સમય લે છે. આઇઆઇટી ગુવાહાટી (IIT Guwahati) ના પ્રોફેસર પરમેશ્વર ઐયરે જણાવ્યું કે વર્તમાન ચિકિત્સા પ્રક્રિયા સમય લે છે અને ઘણી વાર તેનાં પરિણામોથી નિરાશા પણ થાય છે. ખાસ કરીને જ્યારે સમયસર ઉપચાર ખૂબ જરૂરી હોય.
ADVERTISEMENT

નવી ટેક્નિકથી પારંપરિક તપાસના રીતની તુલનામાં ઝડપથી બેક્ટેરિયાની તપાસ કરી શકે છે. પારંપારિક રીત મોંઘી હોય છે. સાથે સાથે આ માટે ટ્રેઇન્ડ કર્મચારીઓની જરૂર હોય છે, જે સીમિત છે. બ્લડ શૂગરની તપાસ માટે આજે નાનકડી કીટનો ઉપયોગ થાય છે તેના પરથી પ્રેરાઇને આઇઆઇટીના સંશોધકોએ એક બેક્ટેરિયલ ડિટેક્શન કિટ તૈયાર કરી છે. સેન્સરની મદદથી તે કોશિકાઓમાં બેક્ટેરિયાની હાજરીની જાણ કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.