બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / If you want to get success in your life follow this 5 tips of aacharya chanakya

ચાણક્ય નીતિ / જિંદગી ભર સુખનો રોટલો ખાવો છે? ઓછા સમયમાં બનવું છે ધનવાન? તો ચાણક્યની આ 5 નીતિઓને કરો ફોલો, દુખડા હરી જશે

Manisha Jogi

Last Updated: 05:48 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિશ્રમ કરનાર લોકોને જ સફળતા મળે છે. સત્યનો માર્ગ અપનાવીને નાણાં કમાવવા જોઈએ. આચાર્ય ચાણક્યની આ બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ.

આજના સમયમાં તમામ લોકો ઓછા સમયમાં ધનવાન બનવા માંગે છે, જે માટે ખૂબ જ મહેનત પણ કરે છે. પરિશ્રમ કરનાર લોકોને જ સફળતા મળે છે. અનેક લોકો શોર્ટ કટથી સફળતા મળે છે, જે માટે ખોટા કામ પણ કરે છે. આ પ્રકારે કરવાથી પૈસા તો કમાઈ શકાય છે, પરંતુ ધન લાંબા સમય સુધી ટકી શકતું નથી. જે માટે સત્યનો માર્ગ અપનાવીને નાણાં કમાવવા જોઈએ. 

  • જો તમે પણ ઓછા સમયમાં ધન કમાવા માંગો છો, તો આચાર્ય ચાણક્યની આ બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. ભલે તમે થોડી કમાણી કરી હોય પરંતુ, તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ. આ નાણાં મુશ્કેલ સમયમાં કામ આવે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે. 
  • આચાર્ય ચાણક્ય જણાવે છે કે, હંમેશા ધાર્મિક ગ્રંથના પાઠ કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી વ્યક્તિ ખરાબ કર્મો કરતી નથી અને હંમેશા સુખી રહે છે. હંમેશા ધનમાં વૃદ્ધિ થાય છે. ખરાબ કર્મ કરીને ધન એકત્ર કરનારે અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. સમયની સાથે આ ધન પણ નષ્ટ થઈ જાય છે. આ કારણોસર ધર્મના માર્ગે ચાલીને ધન એકત્ર કરવું જોઈએ. 
  • આચાર્ય ચાણક્ય જણાવે છે કે, જે વ્યક્તિ વિષમાંથી પણ અમૃત કાઢે છે, તેને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. જે વ્યક્તિ ખરાબ જગ્યાએ પડેલ સોનાને ઉઠાવી લે, તે વ્યક્તિ ધનવાન બને જ છે. જો કોઈ નિમ્ન વર્ગનો વ્યક્તિ તમને સફળ થવા માટે ઉપદેશ આપે અને તેનું ગ્રહણ કરો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છે. આ જ્ઞાન તમને ભવિષ્યમાં કામ આવશે. 
  • જીવનમાં સફળતા મેળવવી હોય તો વાણી પર સરસ્વતી હોવી જરૂરી છે. આચાર્ય ચાણક્ય જણાવે છે કે, કરિઅર અને કારોબારમાં મધુરભાષી વ્યક્તિઓ સફળતા મેળવે છે. કટુ વચન બોલવાથી જીવનમાં અસફળતા મળે છે. તેમના વર્તન અને વચનથી લોકો નારાજ થઈ જાય છે. આ કારણોસર સફળતા મેળવવા માટે જીભ પર હંમેશા સરસ્વતીનો વાસ હોવો જરૂરી છે. 
  • લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા હોવી જરૂરી છે, જેનાથી ટૂંક સમયમાં લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. શિકાર કરવા દરમિયાન સિંહ હંમેશા એકાગ્રતા રાખે છે. આ કારણોસર જ્યારે પણ શિકાર કરે છે, ત્યારે તેને સફળતા મળે છે. આ પ્રકારે દરેક વ્યક્તિએ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સમયે એકાગ્રતા રાખવી જરૂરી છે. આ નિયમોનું પાલન કરવાથી હંમેશા સફળતા મળે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ