બ્રેકિંગ ન્યુઝ
VTV / if you not accept new privacy policy your whatsapp will be deleted
ADVERTISEMENT
મેસેજ મળવાનાં બંધ થઈ જશે
વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી આઠ ફેબ્રુઆરીથી લાગુ થવાની છે પણ વિવાદ બાદ કંપનીએ પ્રાઇવસીને મે સુધી અટકાવી દીધી હતી. હવે ફરીથી પ્રાઇવસી પોલિસીથી લઈને વોટ્સએપે નોટીફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ વોટ્સએપની પ્રાઇવસી પોલિસી 15 મે 2021એ લાગુ થવા જઈ રહી છે. મે મહિનામાં લાગુ થનાર વોટ્સએપની પોલિસીને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. કેમકે જો તમે વોટ્સએપની નવી પોલિસી 15 મે સુધી સ્વીકારશો નહીં તો ત્યારબાદ તમે કોઈને પણ મેસેજ નહીં મોકલી શકો અને કોઈનો મેસેજ મેળવી પણ નહીં શકો.
ADVERTISEMENT
120 દિવસો બાદ એકાઉન્ટ થઈ જશે ડિલીટ
ADVERTISEMENT
વોટ્સએપે કહ્યુ છે કે યૂઝર્સ જ્યાં સુધી પોલિસીને એક્સેપ્ટ નહીં કરી લે ત્યાં સુધી કોઈ મેસેજ સેન્ડ કે રિસીવ નહી કરી શકે. જે લોકો પોલિસીનો સ્વીકાર નહીં કરે તેમનું એકાઉન્ટ ઈનએક્ટિવ દેખાશે અને ઈનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે. પોલિસી એક્સેપ્ટ કરવા માટે કંપની થોડા દિવસોમાં નોટીફિકેશન આપતી રહેશે અને પછી તેને બંધ કરી દેશે.
ADVERTISEMENT
નવી પોલિસીનો ભારતમાં વિરોધ
નવા નિયમોને લઈને ભારતમાં વિરોધ થઈ રહ્યાં છે, ભારતમાં વોટ્સએપનાં સૌથી વધારે યુઝર્સ છે. નવી પોલિસીથી લોકો નારાજ છે, વોટ્સએપ હવે તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વધારે ડેટા શેર કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે વોટ્સએપે સ્પષ્ટ કરી દીધુ છે કે તેવુ નહીં થાય પણ આ અપડેટ બિઝનેસ એકાઉન્ટ સાથે જોડાયેલુ છે.
વોટ્સએપ પહેલાથી જ ફેસબુક સાથે અમુક માહિતીઓ શેર કર છે જેમાં યૂઝર્સનું આઈપી એડ્રેસ અને પ્લેટફોર્મ થકી ખરીદી કરનારની જાણકારી પણ પહેલાથી આપવામાં આવે છે. પણ યુરોપ અને યુકેમાં તે એવુ નથી કરતા, કેમકે આ દેશોમાં જુદા જુદા પ્રાઇવસી નિયમો છે. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને જાહેરાત બાદ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનું ડાઉનલોડિંગ જબરદસ્ત વધ્યુ હતું. જાન્યુઆરીનાં પહેલા સપ્તાહમાં જ ભારતમાં સિગ્નલને 2.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કર્યુ છે. જ્યારે લાખો લોકોએ વોટ્સએપ એકાઉન્ટને ટેલિગ્રામ પર શિફ્ટ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.