બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / If you have an account in SBI or BOI, get the required work done this month, otherwise the transaction will be closed
ADVERTISEMENT
31 માર્ચ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લો
બેંકે તેના ખાતાધારકોને કહ્યું છે કે ગ્રાહકો 31 માર્ચ સુધી તેના પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લે. બેંકે સોશિયલ મીડિયા, વેબસાઈટ, એસએમએસ, ઈ-મેલ દ્વારા ખાતાધારકોને આ અપીલ કરી છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારી બેન્કિંગ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ના સર્જાય તો મોડુ કર્યા વગર તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લો. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના ખાતાધારકોને અપીલ કરી છે કે તેઓ મોડુ કર્યા વગર પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી નાખે. બેંક મુજબ, કોઈ પણ અસુવિધાથી બચવા માટે અથવા બેંકિંગ સર્વિસનો અટક્યા વગર ઉપયોગ કરવા માગો છો તો તમારા માટે પાન અને આધારનું લિન્કિંગ જરૂરી છે. બેંકે કહ્યું છે કે 31 માર્ચ 2022 પહેલા ગ્રાહક તેના પાન અને આધારને લિન્ક કરાવી લે. નહીંતર બેંકિંગ સર્વિસ ચાલુ રાખવામાં તેમને પરેશાની આવી શકે છે.
ADVERTISEMENT
.jpg)
Bank of india એ શું કહ્યું?
ADVERTISEMENT
SBIએ જ્યાં તેના ગ્રાહકોને કોઈ પણ અસુવિધાથી બચવા માટે પાન આધારને જોડવાની સલાહ આપી છે તો બેંક ઑફ ઈન્ડિયાએ પણ તેના ગ્રાહકોને 31 માર્ચ પહેલા પાન-આધાર લિન્ક કરવાનું જણાવ્યું છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે બેંક ખાતુ ખોલવુ અથવા ફરીથી રોકડ લેવડ-દેવડ અથવા રોકડ જમા કરવી અથવા ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે અથવા પછી બોન્ડ લેવા માટે પાન કાર્ડ ફરજીયાત દસ્તાવેજ છે. બેંકોએ તેના ખાતાધારકોને પાન આધારને લિન્ક કરવાની સરળ પદ્ધતિ પણ જણાવી છે. જે મુજબ તમે ઑનલાઈન પદ્ધતિથી તમારા પાન આધારને લિન્ક કરી શકે છે. જેના માટે તમે ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home લિન્ક પર જવુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.